જામનગર-કાલાવડ હાઇવે મોટા થાવરીયા આઇઓસી પાસેના રોડ પર બે દિવસ પહેલા અજાણ્યા રીક્ષા ચાલકે મોટરસાયકલને હડફેટે લઇ ઠોકર મારતા એક યુવાનને ગંભીર ઇજા પહોચી હતી, આ અંગે રીક્ષાચાલક સામે ફરીયાદ કરવામાં આવી છે.
જામનગરના અંધાશ્રમ પાછળ રાજીવનગર કોલોનીમાં રહેતા ક્ધસ્ટ્રકશનના ધંધાર્થી શૈલેષ હીરાભાઇ રોશીયા (ઉ.વ.૩૨) નામના યુવાને અજાણ્યા રીક્ષાચાલક સામે પંચકોશી-એમાં ફરીયાદ નોંધાવી હતી.
ગત તા. ૧૦ના રોજ ફરીયાદીના સાળા નરેશ કરશનભાઇ પરમાર પોતાનુ સ્પ્લેન્ડર બાઇક નં. જીજે૧૦બીએસ-૯૭૩૨ લઇને જામનગરથી પોતાના ગામ અલીયાબાળા જતા હતા સાંજના આશરે છએક વાગ્યે મોટા થાવરીયા આઇઓસી પાસેના રોડ પર પહોચતા અજાણ્યા રીક્ષાચાલકે પુરઝડપે અને બેફીકરાઇથી ચલાવીને બાઇકને ઠોકર મારી હતી.
આ અકસ્માતમાં નરેશભાઇને હાથ, પગમાં છોલછાલ, દાઢી ઉપર ઇજા અને માથાના ભાગે ગંભીર ઇજા કરી રીક્ષાચાલક નાશી ગયો હતો. ઇજાગ્રસ્તને સારવારમાં ખસેડવામાં આવ્યા છે, ફરીયાદના આધારે પોલીસે રીક્ષાચાલકની શોધખોળ આદરી છે.