BREAKING NEWS

જામનગર ખોડિયાર કોલોનીમાં શોર્ટથી ૨ ગૌમાતાના કરૂણ મોત

  • July 24, 2026 05:13 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર ખોડિયાર કોલોનીમાં શોર્ટથી ૨ ગૌમાતાના કરૂણ મોત

જામનગર શહેરના ખોડિયાર કોલોની વિસ્તારમાં આવેલા ૮૦ ફૂટ રોડ પાસે શાક માર્કેટ નજીક એક અત્યંત દુ:ખદ અને કરૂણ બનાવ સામે આવ્યો છે. વાયરિંગ અથવા વીજ થાંભલામાં અચાનક ઉતરેલા વીજ પ્રવાહ (શોટ) ના કારણે ૨ ગૌમાતા વીજળીનો આંચકો લાગતા ઘટનાસ્થળે જ મૃત્યુ પામી હતી.

આ ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં અને સમગ્ર ખોડિયાર કોલોનીમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ હતી. બનાવની જાણ થતાં જ સ્થાનિક ગૌપ્રેમીઓ અને રહીશો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. વીજ તંત્રની કથિત બેદરકારી સામે ગૌપ્રેમીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને આ મામલે જવાબદારો સામે યોગ્ય કાર્યવાહી કરવાની તેમજ ભવિષ્યમાં આવા બનાવો અટકાવવા યોગ્ય પગલાં લેવાની માંગ કરવામાં આવી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application