BREAKING NEWS

ન્યાય ન મળતા અંતે પગલું ભરું છું...પોલીસ કમિશનર કચેરીમાં યુવકે ફિનાઈલ ગટગટાવ્યું

  • October 08, 2025 03:58 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોલીસ કમિશનરના કમ્પાઉન્ડમાં આજે સવારે અરજદાર યુવકે ફિનાઈલ ગટગટાવી લેતા તાકીદે સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. યુવકને પડોશી દુકાનદાર પરિવારનો ત્રાસ હોવાથી તેના વિરુદ્ધ અવારનવાર પોલીસમાં અરજી કરી હોવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હોવાથી પોલીસ કમિશનર કચેરીમાં ફિનાઈલ પી લીધું હોવાનું સામે આવ્યું છે. આપઘાતના પ્રયાસ પૂર્વે એક વિડીયો પણ બનાવ્યો છે તેમાં પણ કેટલાક આક્ષેપો કરવામાં આવ્યા છે.


યુવકે આપઘાતના પ્રયાસ પૂર્વે વિડીયો બનાવ્યો 

પ્રાપ્ત વિગત મુજબ શહેરના ખોડિયારપરામાં રહેતો અને આરઝૂ પાન નામની દુકાન ચલાવવતા ઈલિયાસ દાદુભાઇ ધુંધા (ઉ.વ.33)એ આજે સવારે પોલીસ કમિશનર કચેરી કમ્પાઉન્ડમાં ફિનાઈલ પી લેતા પોલીસ અધિકારીઓ અને કમર્ચારીઓ દોડી ગયા હતા અને તાકીદે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. યુવકે આપઘાતના પ્રયાસ પૂર્વે વિડીયો બનાવ્યો હતો જેમાં સામેની જલારામ કરિયાણાની દુકાન ધરાવતા દુકાન માલિક અને તેનો પરિવાર અગાઉ મેં કરિયાણાની દુકાન કરી હોવાનો ખાર રાખી કેટલાક સમયથી હેરાન પરેશાન કરવામાં આવે છે. આ બાબતે માલવિયાનગર પોલીસમાં કમિશનરને પણ અરજી કરી હતી પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. ન્યાય ન મળતા અંતે પગલું ભરું છું તેમ આક્ષેપો કર્યા છે. બનાવના પગલે પ્ર.નગર પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application