BREAKING NEWS

વિચિત્ર અકસ્માતઃ ગોંડલના પાંચીયાવદરમાં વીજ કરંટથી યુવક નીચે પટકાયો: ટ્રોલીનો હુક પેટમાં ખુંપતા મોત

  • January 05, 2026 11:58 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગોંડલના પાંચીયાવદર ગામ પાસે ફાર્મ હાઉસમાં વીજ તાર પર રીપેરીંગના કામ સમયે કરંટ લાગતા યુવાન પટકાઇને નીચે પડતા ટ્રેકટરની ટ્રોલીનો હુક તેના પેટમાં ખુપી જતા ગંભીર રીતે ઘવાયો હતો.જેથી તેને સારવાર માટે રાજકોટ સિવિલ્ હોસ્પિટલ ખસેડાતા અહીં સારવાર દરમિયાન યુવાનનું મોત થયું હતું. બનાવ અંગે પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.


બનાવની જાણવા મળતી વિગતો મુજબ, કોટડા સાંગાણીમાં રહેતા મેહુલભાઇ ધીરજલાલ વઘાસીયા(ઉ.વ. ૩૯) નામનો યુવાન ગઇકાલે બપોરના સમયે ગોંડલના પાંચીયાવદર ગામે આર.આર.ફાર્મ હાઉસમાં વીજ રિપેરીંગનું કામ કરતો હતો. આ માટે તે ટ્રેકટરની ટ્રોલીમાં રહેલી સીડીમાં ચડી રિપેરીંગ કરી રહ્યો હતો. દરમિયાન તેને વીજ કરંટ લાગતા તે નીચે પટકાયો હતો.જેથી ટ્રેકટરની ટ્રોલીમાં રહેલો હુક તેના પેટમાં ખુપી ગયો હતો.બાદમાં યુવાનને ગંભીર હાલતમાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. યુવાનનું અહીં સારવાર દરમિયાન મોત થયું હતું. યુવાન બે ભાઇના પરિવામાં મોટો હતો. યુવાનને બે સંતાન હોવાનું માલુમ પડયું છે. બનાવ અંગે પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.


જ્યારે અન્ય એક બનાવમાં કુવાડવા ગામે પટેલ પેંડાવાળી શેરીમાં રહેતા મનહરભાઇ સોમાભાઇ પટેલ(ઉ.વ. ૫૦) નામના આધેડ સાંજના સમયે હરિઓમ ચોક પાસે વીજ થાંભલે કામ કરતા હતા ત્યારે તેમને વીજ કરંટ લાગ્યો હતો. જેથી તેમને સારવાર માટે રાજકોટ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. જે અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે જરૂરી કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News