જામનગરના ગોકુલનગર વિસ્તારમાં રહેતા કોળી ડોલરભાઈ મંગાભાઈ લીંબડ નામના યુવાન તેમના જી.જે. 10 ઈ. 2784 નંબરના એક્સેસ સ્કૂટર લઈને જામનગરથી ભાણવડ જવા માટે નીકળ્યા હતા. ત્યારે ભાણવડથી આશરે ત્રણ કિલોમીટર દૂર ત્રણ પાટીયા પાસે પહોંચતા આ માર્ગ પર પૂરઝડપે અને ગફલતભરી રીતે આવી રહેલા જી.જે. 10 બી.એફ. 4467 નંબરના મોટરસાયકલના ચાલકે અકસ્માત સર્જતા ડોલરભાઈ મંગાભાઈ લીંબડને ઈજાઓ થવા પામી હતી. ગંભીર રીતે ઈજાગ્રસ્ત હાલતમાં ડોલરભાઈને ભાણવડથી ખંભાળિયા અને ત્યાંથી જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
આ બનાવ અંગે ઇજાગ્રસ્તના ધર્મપત્ની ક્રિષ્નાબેન ડોલરભાઈ લીંબડ (ઉ.વ. 31) ની ફરિયાદ પરથી ભાણવડ પોલીસે જી.જે. 10 બી.એફ. 4467 ના ચાલક સામે ગુનો નોંધી, આગળની કાર્યવાહી હાથ ધરી છે. આરોપી બાઈક ચાલકને પણ નાની-મોટી ઈજાઓ થવા પામી હતી.
વાડીનાર ગામે જુગાર રમતા પાંચ ઝડપાયા
ખંભાળિયા તાલુકાના વાડીનાર ગામેથી પોલીસે રવિવારે બપોરના સમયે જાહેરમાં ગંજીપાના વડે તીનપતિ નામનો જુગાર રમી રહેલા સુલેમાન અબ્દુલ સંઘાર, સતાર બચુ પીરજાદા, આસીફ સતાર સુંભણીયા, રફીક આમદ સંઘાર અને ઉમર અબ્દુલ સંઘાર નામના પાંચ શખ્સોને રૂપિયા 12,590 ની રોકડ રકમ તથા બે મોબાઈલ ફોન મળી, કુલ રૂ. 18,090 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા