BREAKING NEWS

220 કેવીના ગગનચૂંબી વીજથાંભલા ચડતા યુવક ભડથું, ફાયરની ટીમે મહામહેનતે મૃતદેહ નીચે ઉતાર્યો, રાજકોટનો ચોંકાવનારો બનાવ

  • November 13, 2025 06:29 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટના મોરબી રોડ પર બેડી- વાછકપર ગામની સીમમાંથી પસાર થતી 220 કેવી વીજલાઈનના ગગનચૂંબી થાંભલાની ટોચ પર એક યુવક ચડ્યો હતો. જો કે હેવી વીજ કરંટ લાગતા તે થાંભલા પર જ ભડથું થઈ ગયો હતો અને સાઈડના એંગલ પર તેનો મૃતદેહ લટકી ગયો હતો. આ ઘટનાની જાણ રાજકોટ ફાયર કંટ્રોલરૂમને થતા તેણે એક ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે મોકલી હતી. 


ઘટનાસ્થળે પહોંચેલી ફાયરની ટીમે પહેલા વીજલાઈન બંધ કરાવી હતી. બાદમાં થાંભલા પર ચડી લટકી રહેલા યુવાનને મહામહેનતે નીચે ઉતાર્યો હતો. આ યુવાન આખો દાઝી ગયો હતો અને તેનું નામ જાણવા મળ્યું નથી. યુવાનની ઉંમર અંદાજે 35થી 40 વર્ષ છે. ઘટનાની જાણ થતા પોલીસ પણ દોડી આવી હતી અને ફાયપ વિભાગે મૃતદેહ પોલીસને સોંપતા પોલીસે તેને પીએમ માટે હોસ્પિટલ ખસેડી તેના વાલી વારસની શોધખોળ હાથ ધરી છે. 


આ અજાણ્યો યુવાન વીજથાંભલા પર ક્યાં કારણસર ચડ્યો હતો તે જાણી શકાયું નથી. યુવાન આત્મહત્યા માટે ચડ્યો હતો કે બીજા કારણોસર એ પોલીસ તપાસ બાદ જ જાણવા મળશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application