શહેરના રૈયાધાર વિસ્તારમાં મજાક કરવા બાબતે ત્રિપુટીએ યુવાનને ઢીકાપાટુનો માર મારી છરીના ઘા ઝીંકી દીધા હતા. આ અંગે યુનિવર્સિટી પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે ત્રણેય હુમલાખોરોને ઝડપી તપાસ હાથ ધરી છે.
બનાવ અંગે સાધુવાસવાણી રોડ પર શ્રમદીપ કોમ્પ્લેક્સ-401માં રહેતા અને ડ્રાયવિંગ કામ કરનાર પ્રશાંતભાઈ વિનોદરાય સીમેજીયાએ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે રવિ જાદવ, પ્રફુલ ઉર્ફે ઘાંઘી અને એક અજાણ્યા શખસનું નામ આપ્યું છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઈકાલે સવારે હું મારા કામ અર્થે મારા શેઠને મૂકી બાદ ઘરે જતો હતો. દરમિયાન રૈયાધાર મેઇનરોડ સનસિટીની પાછળ મચ્છી માર્કેટ ચોક પાસે મારો મિત્ર લાલો પારગી (રહે ઇન્દીરાનગર મફતિયાપરા, રૈયાધાર) ત્યાં ઉભો હતો.
જેની પાસે મેં મારૂ મોટરસાયકલ ઉભું રાખી મજાક મસ્તી કરતો હતો. દરમિયાન તેની સાથે ઉભેલ એક અજાણ્યા શખસે મને કહેલ કે, તું લાલાની મસ્તી કેમ કરે છે? બાદમાં બોલાચાલી કરવા લાગેલ હતો. દરમિયાન તેની સાથે રહેલ રવિ જાદવ અને પ્રફુલ ઉર્ફે ઘાંઘી મને ગાળો આપવા લાગેલ હતા. મે ગાળો આપવાની ના પાડતા બંને ઢીકાપાટુનો માર મારવા લાગ્યા હતા.
દરમિયાન અજણ્યો શખસ મને માર મારવા લાગ્યો હતો. બાદમાં રવિએ અચાનક તેના પેન્ટમાંથી છરી કાઢી મને જમણી બાજુના પડખાના ભાગે મારી હતી. બાદમાં યુવાન અહીંથી નાસી ગયો હતો. ત્યારબાદ તેને સારવાર અર્થે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આ અંગે યુવાનની ફરિયાદ પરથી યુનિવર્સિટી પોલીસે તપાસ હાથ ધરી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર આઇટીઆઇમાં પ્રવેશ મેળવવા માટે તા.૩૦ જૂન સુધી ફોર્મ ભરી શકાશે
May 19, 2025 05:45 PMકલેકટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને જામનગર જીલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ
May 19, 2025 05:42 PMપોરબંદરના અસ્માવતી રિવરફ્રન્ટમાં વિનામૂલ્યે મળશે પ્રવેશ
May 19, 2025 05:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech