પિતા પાસેથી રૂપિયા લઇ રાજકોટ થી ઓરિસ્સા વતન જવા નીકળેલ યુવક ગુમ

  • June 17, 2025 03:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

નિર્મલા કોન્વેન્ટ સ્કૂલ રોડ પર આવેલ બાલમુકુંદ સોસાયટી શેરી નંબર ૪ શેફાલી ટાવર પાછળ રહેતા મોતીલાલ અભિભાઈ સેનાપતિએ વતન માટે નીકળેલ પુત્ર બે દિવસ થયા તો પણ વતન ન પહોંચતા ગુમ થયાની ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં જાણ કરી છે.


મોતીલાલ અભીભાઈ સેનાપતિએ પોલીસ સ્ટેશન પહોંચી જણાવ્યું હતું કે, પુત્ર સુમિત ગત તા.૧૧ ના રોજ સવારે ૧૧ વાગ્યે પિતા પાસેથી રૂ.૨૦૦૦ લઈ વતન ઓરિસ્સા કાલાહાડી જિલ્લાના બીનીકેલા ગામ જવા નીકળ્યો હતો. પરંતુ બે દિવસ થયા છતાં સુમિત વતન ન પહોંચતા તેઓ ચિંતાતુર બન્યા હતાં. બાદમાં તેમણે આ અંગે પોલીસને જાણ કરી છે. યુવક પાસે કોઈ મોબાઈલ ફોન પણ ન હતો. યુવાન ગુમ થયા અંગેની પોલીસે નોંધ કરી તેની શોધખોળ શરૂ કરી છે. યુવાન અંગે કોઇને માહિતી હોય તો મોબાઇલ નં. ૯૬૬૨૨ ૧૫૯૬૨ જાણ કરવા યુવાનના પિતાએ જણાવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News