દારૂ માણસ ને પી જાય છે! આ સરકારી વાક્ય આજે ફરી એક વખત તળાજામા પરપ્રાંત થી પેટિયું રળવા આવનાર યુવાન દારૂનો વ્યસની બની ગયો હતો.દરમ્યાન તે પી ને ડમ્પરના પાછળ ના ટાયર નજીક સુઈ ગયો હતો. નાશમા એટલો ધૂત હતોકે ડમ્પર ચાલુ થયું તે પણ તેને ખબર ન રહી હતી. અને ચાલકે ડમ્પર પાછળની દિશાએ ચલાવતા ચગદાઈ જતાં તેનું સ્થળ પરજ મોત નીપજ્યું હતું. મૃતક એટલો પ્યાસી બનેલો હતો કે તેના ખીસામાંથી પણ દારૂની કોથળી મળી આવી હતી.
આગ્રા જિલ્લામાંથી અહીં લાદી ટાઈલ્સ ચોંટાડવા ની મજૂરી કામે અનિલ રામકીશન નામનો ૩૫વર્ષીય યુવાન તળાજા આવ્યો હતો. દરમ્યાનમાં અનિલ બપોરના સમયે આશાપુરા હોટલ ના મેદાનમાં પાર્ક કરેલ ડમ્પર ટ્રકના પાછળ ના ટાયર પાસે સુઈગયો હતો. અને ડમ્પર ના ચાલકે તેનું વાહન પાછળની દિશામાં લેતા અનિલ ટાયર નીચે ચગદાઈ જતા તેનું સ્થળ પરજ મોત નીપજ્યું હતું. ઘટનાના પગલે લોકોના ટોળાં એકઠાથયા હતા. બનાવની જાણ થતા પોલીસ જયારે સ્થળ પર પહોંચી ત્યારે મૃતક યુવાનના ખીસામાંથી દારૂ ની કોથળી મળી આવી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે તળાજાની સરકારી હોસ્પિટલમાં ખસેડી અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech