આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમત્રી અરવિંદ કેજરીવાલ બે દિવસથી રાજકોટની મુલાકાતે છે. આજે તેઓ રાજકોટ જેલમાં બંધ ખેડૂતો અને આપના નેતાઓને મળવા જવાના હતા. આ માટે ગઈકાલે આપ દ્વારા જેલ પ્રસાશન પાસે મંજૂરી માંગી હતી જે આપવામાં આવી નથી. આથી આપમાં ઉહાપોહ મચી ગયો છે. જેલ બહાર આપના કાર્યકરો ઉમટી પડ્યા હતા અને ભાજપ વિરૂદ્ધ નારા લગાવ્યા હતા. જોકે જેલ બહાર અને અરવિંદ કેજરીવાલ ફોર્ચ્યુન હોટલમાં રોકાયા છે ત્યાં પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
જેલની બહાર આપના કાર્યકર્તાઓએ ભારે સંખ્યામાં એકઠા થઈને "ભાજપ હમ સે ડરતી હૈ, પુલિસ કો આગે કરતી હૈ"ના નારા લગાવ્યા હતા. પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવીને સ્થિતિ કાબૂમાં રાખી હતી.
જેલમાં બંધ ખેડૂતો અને આપ નેતાઓને મળવાની મંજૂરી ન મળતા અરવિંદ કેજરીવાલે એક્સ પોસ્ટ કરી છે. જેમાં તેઓએ જણાવ્યું છે કે, ગુજરાત સરકારે મને જેલમાં બંધ ખેડૂતો અને પાર્ટીના નેતાઓને મળવાનો ઇનકાર કરી દીધો છે. અમારા બે નેતા પ્રવીણ રામ અને રાજુ કરપડાને ખેડૂતોના હક્કમાં આવાજ ઉઠાવવાના ગુનામાં કેટલાય દિવસોથી ગુજરાતની ભાજપ સરકારે જેલમાં બંધ કર્યા છે. હું કાલે તેમને જેલમાં મળવા માટે જઈશ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application