સોમનાથ ખાતે આયોજિત રાય સરકારની ૧૧મી ચિંતન શિબિરના બીજા દિવસે સરકારી સેવાઓના સુદ્રઢીકરણ માટે ડીપ ટેકનોલોજીના ઉપયોગ તથા એ.આઈ. અને ડેટા એનાલિટિકસ વિષય પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વિશેષ ઉપસ્થિતિમાં માર્ગદર્શક વકતવ્ય સત્ર યોજવામાં આવ્યું હતું. એનવીડિયાના ડાયરેકટર જીગર હાલાણીએ સરકારની જન કલ્યાણકારી સેવાઓની સુલભતા અને સરકારી વ્યવસ્થાપનમાં એ.આઈ. ટેકનોલોજીના ઉપયોગ અંગે વિશદ જાણકારી આપી હતી.
જીગર હાલાણીએ ગુજરાતને એ.આઈ. મોડલ બનાવવાની દિશા તરફની સંભાવનાઓ, ઉપલબ્ધતાઓ તથા ગુજરાતને એ.આઈ. મોડલ બનાવવા માટે હાલ થઈ રહેલી કામગીરી અંગે છણાવટ કરી હતી.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો લોકપ્રિય રેડિયો પ્રોગ્રામ મન કી બાત ૨૩ ભાષાઓમાં વર્તમાન સમયમાં એ.આઈ.ની મદદથી લોકો સાંભળી શકે છે અને ન્યાયાલયોમાં પણ એ.આઈ.નો અસરકારક ઉપયોગ થઈ રહ્યો છે, ત્યારે રાય સરકારના લોકહિતકારી અભિયાનોને વધુ અસરકારક બનાવવા તથા પ્રજાહિતલક્ષી સેવાઓ લોકોને સરળતાથી ઉપલબ્ધ થાય તે માટે એ.આઈ. ટેકનોલોજીને માધ્યમ બનાવી જરિયાતમદં લોકો સુધી આવી યોજનાઓનો લાભ કઈ રીતે સરળતાથી પહોંચાડી શકાય તે બાબતે તેમણે પ્રેઝેન્ટેશન રજૂ કયુ હતું. ગુજરાતના યુવાનોને સ્થાનિક કક્ષાએ જ રોજગારીની તકો પૂરી પાડવામાં એ.આઈ. ટેકનોલોજી કેવી રીતે માઈલસ્ટોન સાબિત થઈ શકે છે તે અંગે એ.આઈ.નો ઉપયોગ વધારવા માટે સરકાર જે પગલાઓ લઈ શકે તેની વિગતવાર રજુઆત પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી તેમણે કરી હતી.
આ સત્રમાં રાય મંત્રીમંડળના સભ્યો, મુખ્ય સચિવ રાજકુમાર તથા શિબિરમાં સહભાગી થયેલા ઉચ્ચ અધિકારીઓ ચર્ચામાં જોડાયા હતા અને વડાપ્રધાનના વિકસિત ભારતના વિઝનને અનુપ આર્ટીફિશ્યલ ઈન્ટેલિજન્સના આ ઈમજિગ સેકટરનો રાયના સર્વગ્રાહિ વિકાસમાં વિનિયોગ કરવા સામૂહિક વિચાર મંથન કર્યુ હતું
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMરણમલ તળાવ ગેઇટ નં. ૯થી ન્યુ સ્કુલ તરફનો રસ્તો વધુ ચાર મહીના બંધ
May 01, 2025 05:54 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech