રાજકોટની એઈમ્સ હોસ્પિટલના ઇન્ટર્ન છાત્રેએ ઘંટેશ્વર ટ્રેન નીચે પડતું મૂકી રાજસ્થાની યુવકે આપઘાત કરી લીધાના બનાવમાં ચોકાવનારી હકીકતો સામે આવી છે, જેમાં આપઘાત પૂર્વે યુવકે ઈન્સ્ટાગ્રામમાં સુસાઇડ નોટ પોસ્ટ કરી હતી જેમાં તેની સાથે એમ્સમાં અભ્યાસ કરતા પાંચ સહપાઠી છાત્રોના ત્રાસથી આત્મહત્યા કરતો હોવાનો ઉલ્લેખ કરતા એસી એસટી સેલ ની ટીમે સાથે અભ્યાસ કરતા પાંચ તબીબ વિદ્યાર્થીઓની ધરપકડ કરતા ચકચાર જાગી છે.
પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ મૂળ રાજસ્થાનનો અને હાલ રાજકોટ એઇમ્સની હોસ્ટેલમાં રહી એમબીબીએસનો અભ્યાસ પૂર્ણ કરી ઇન્ટર્ન તરીકે ફરજ બજાવતો રતન મોહનલાલ મેઘવાળ (ઉ.વ.૨૬)બે દિવસ પૂર્વે પરાપીપળીયાથી ઘંટેશ્વર ૨૫ વારિયા વચ્ચે આવેલા રેલવેના પાટા પર ટ્રેન હેઠળ પડતું મૂકી આપઘાત કરી લીધો હતો.
જેના પગલે ગાંધીગ્રામ પોલીસ ઘટના સ્થળે પહોંચી યુવકની ઓળખ મેળવી એઇમ્સના તબીબી અધિકારીઓને જાણ કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો,ઘટનાના પગલે એઈમ્સના તબીબી અધિકારીઓ સહિતના પણ સિવિલે પહોંચ્યા હતા, અને મૃતક ડો.રતનના માતા પિતા અને પરિવારને જાણ કરતા તેઓ રાજકોટ ખાતે દોડી આવ્યા હતા.
અગાઉ એકાદ વર્ષ પહેલા પણ હોસ્ટેલમાંથી કોઈને કહ્યા વગર નીકળી જતા પોલીસની પુછપરછમાં સાથી તબીબ મિત્ર અન્ય કોઈ સાથે વાત કરતી હતી જે પોતાને ગમતું ન હોવાથી સતત વિચારવાયુમાં હોસ્ટેલથી નીકળી ગયો હોવાનું સામે આવ્યું હતું. ડો.રતને ત્રણ વર્ષ એમબીબીએસનો અભ્યાસ પૂર્ણ કરી હાલ ઇન્ટર્ન તરીકે આગળનો તબીબી અભ્યાસ કરતો હતો.
ઇન્ટર્ન તબીબ રતને ક્યાં કારણોસર પગલું ભર્યું એ જાણવા પોલીસે સાથી છાત્રો સહિતની પ્રાથમિક પુછપરછ હાથધરી વધુ તપાસ સાઇબર ક્રાઇમ એસીપી ચિંતન પટેલને સોંપવામાં આવતા ઝીણવટ ભરી રીતે તપાસ નો દોર આગળ વધારતા મૃતક ના મોબાઈલ ના ઈન્સ્ટાગ્રામમાં એક ચોકાવનારી પોસ્ટ સામે આવી હતી.
જેમાં મૃતકે આપઘાત પૂર્વે સુસાઇડ નોટ લખી હતી તેમાં ઉલ્લેખ કર્યો હતો કે તેની સાથે અભ્યાસ કરતા સહપાઠી પાંચ છાત્રોના શારીરિક માનસિક ત્રાસ અને મારઝૂડના કારણે પોતે આત્મહત્યા કરી રહ્યો છે તેઓ સુસાઇડ નોટમાં ઉલ્લેખ કરતા પાંચ છાત્રો ને પોલીસે ઉઠાવી લીધા હતા અને ધરપકડ કરી કોર્ટ સમક્ષ રજૂ કરતા અદાલતે જેલ હવાલે કરવાનો હુકમ કર્યો હતો.
સુસાઇડ નોટમાં આ પાંચ સહપાઠી છાત્રના કારણે પગલું ભર્યાંનો ઉલ્લેખ
રાજકોટ એઈમ્સમાં ઇન્ટર્ન તબીબ રતને આત્મહત્યા પૂર્વે પોતાના ઇન્સ્ટાગ્રામમાં એક પોસ્ટ કરી હતી જેમાં તેની સાથે અભ્યાસ કરતા સહપાઠી છાત્ર પ્રણવ પાલીવાલ રાજસ્થાન યુવરાજ ચૌધરી રાજસ્થાન અસ્મિત શર્મા રાજસ્થાન આયુષ યાદવ ભરૂચ નિર્વિઘ્ન યાદવ હરિયાણા વાળા ના શારીરિક માનસિક ત્રાસના કારણે પગલું ભર્યાનો સુસાઇડ નોટમાં ઉલ્લેખ કર્યો હતો.