BREAKING NEWS

રાજકોટના BAPS સ્વામિનારાયણ મંદિરે ભવ્ય અન્નકૂટ ઉત્સવ;1500થી વધુ વાનગીઓનો પ્રસાદ ધરાવ્યો

  • October 22, 2025 10:26 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

#aajkaal team 

રાજકોટના કાલાવડ રોડ પર આવેલા સ્વામિનારાયણ મંદિરે આજે નૂતન વર્ષ ને લઈને ભવ્ય અન્નકૂટ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 1500થી વધુ વાનગીઓ ભોગ ભગવાનને ધરવામાં આવ્યો છે.




રાજકોટ BAPS સ્વામીનારાયણ મંદિરના અપૂર્વમુનિ સ્વામીએ  વાત કરતા જણાવ્યું હતું કે, આજે  તારીખ 22/10/2025ના રોજ નવા વર્ષ એટલે કે વિક્રમ સવંત 2082ના મંગલ પ્રારંભે ભવ્ય મહા અન્નકૂટનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં શાકાહારીના સંદેશ સાથે 1500જેટલી અવનવી વાનગીઓનો પ્રસાદ ભગવાનને અર્પણ કરવામાં આવી . આ માટે છેલ્લા એક મહિનાથી 4000 જેટલા કાર્યકર્તાઓ મહેનત કરી રહ્યા છે અને અનેક ભાત ભાતની વાનગીઓ બનાવી રહ્યા છે. ભવ્‍ય અન્નકૂટ ઉત્‍સવ આજે સવારે 10થી સાંજના 7 વાગ્‍યા સુધી યોજાશે. જેના દર્શન માટે ભગવાનને જમાડવા માટે સૌ રાજકોટની જનતાને ભાવ ભર્યું આમંત્રણ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application