મેટોડા નજીક નેબ્યુલા કંપની નજીક રિક્ષા અને ઇકોકાર વચ્ચે અકસ્માત સર્જાતા રીક્ષામાં સવાર મહિલાનું મોત નીપજ્યું હતું જ્યારે રિક્ષા ચાલક પતિને ઇજા થતા સારવારમાં ખસેડાયા હતા. દંપતી મેટોડામાં રહી રીક્ષામાં ફરી શાકભાજી વેંચતા હતા, સાંજે શાકભાજી વેંચી ઘરે પરત ફરતી વખતે અકસ્માત નડ્યો હતો. બનાવથી પરિવારમાં ગમગીની છવાઈ છે.
પ્રાપ્ત વિગત મુજબ મેટોડા ગેઇટ-1 પાસે નીલકમલ પાર્કમાં રહેતા અને શાકભાજીની ફેરી કરી ગુજરાન ચલાવતા પ્રમોદભાઈ સતનારાયણ ચૌધરી (ઉ.વ.50) અને તેની પત્ની ગંગાદેવી (ઉ.વ.45) બંને સાંજે રીક્ષા લઈને ઘરે જતા હતા ત્યારે મેટોડા નજીક આવેલી નેબ્યુલા કંપની પાસે સામેથી આવતી ઇકો કારે ઠોકર મારતા અકસ્માત સર્જાયો હતો. જેમાં દંપતીને ઇજા થતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાં ગંગાદેવીને ગંભીર ઇજા હોવાથી ટૂંકી સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો. જયારે પતિને સારવાર આપવામાં આવી હતી. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે મેટોડા પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પિટલ પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી.
મૃતક મૂળ બિહારના વતની છે અને મેટોડામાં 20 વર્ષથી પતિ સાથે રહી શાકભાજીની ફેરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. સંતાનમાં ત્રણ પુત્ર એક પુત્રી છે. અકસ્માત સર્જનાર ઇકો ચાલક સામે ગુનો નોંધવા પોલીસે તજવીજ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application