રાજકોટના કુવાડવા રોડ પર માલિયાસણ નજીક સવારે મહીસાગર તરફની સ્કૂલ પ્રવાસની બસ અને એકસયુવી વચ્ચે અકસ્માત સર્જાયો હતો. બસમાં સ્કૂલના છાત્રો બસમાં પ્રવાસે જઇ રહ્યા હતાં. દરમિયાન અકસ્માતની આ ઘટના બની હતી. અકસ્માતમાં બે છાત્રોનને સામાન્ય ઇજા પહોંચતા તેમને સારવાર આપવામાં આવી હતી. અકસ્માતની આ ઘટનાના પગલે અહીં લોકોના ટોળા એકત્ર થઇ ગયા હતાં. બીજી તરફ બનાવને પગલે કુવાડવા રોડ પોલીસ મથકમાં બપોર સુધીમાં કોઇ એન્ટ્રી કરાવવામાં આવી નથી.
અકસ્માતના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, આજરોજ વહેલી સવારના સુમારે રાજકોટ– અમદાવાદ હાઇવે પર માલીયાસણ નજીક મહિસાગર તરફથી આવતી સ્કૂલ પ્રવાસની બસ અને એકસયુવી કાર વચ્ચે અકસ્માત થયો હતો. અકસ્માતના આ બનાવમા બંને વાહનમાં આગળના ભાગે નુકસાની થઈ હતી. બસમાં સ્કૂલના છાત્રો હોઇ આ અકસ્માતને પગલે દેકારો મચી ગયો હતો. આ અકસ્માતને કારણે બે પ્રવાસી છાત્રોને સામાન્ય ઇજાઓ થતાં ૧૦૮ બોલાવાઈ હતી અને સારવાર અપાઇ હતી.
મહીસાગર ટ્રાવેલ્સ લખેલી જીજે૦૭વાયઝેડ–૨૬૪૨ નંબરની ખાનગી બસ અને કાર વચ્ચે આ અકસ્માત સર્જાયો હતો. જો કે બપોર સુધી આ બનાવ અંગે કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં કોઈ નોંધ કરાવવામાં આવી નહોતી. આ અકસ્માતને પગલે લોકોના ટોળા એકત્ર થઇ ગયા હતાં. જોકે અકસ્માતની આ ઘટનામાં સદભાગ્યે કોઇ જાનહાની કે કોઇ છાત્રને ગંભીર ઇજા પહોંચી ન હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application