એકાઉન્ટન્ટ દગાબાજ નિકળ્યો: મહત્વનો ડેટા હરિફ કંપનીને આપી તેની સાથે ભાગીદારી કરી

  • June 17, 2025 11:44 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
લોધીકાના હરીપર તરવડા ગામે કંપની ધરાવનાર વેપારીની કંપનીના મહત્વના ડેટા અને સંપર્ક સહિતની મહત્વની માહિતી અહીં કામ કરનાર એકાઉન્ટન્ટે અન્ય કંપની સાથે શેર કરી વિશ્વાસઘાત કર્યા અંગે લોધિકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.


રાજકોટમાં 80 ફુટ રોડ પર રામેશ્વર પાર્કમાં રહેતા અને લોધિકાના હરીપર તરાવડા ગામે સુરભી ગોલ્ડ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં એશિયન એન્જિનિયરિંગ નામે કંપની ચલાવનાર મૂળ લોધિકાના મોટી મેંગણી ગામના વતની ભગવાનજીભાઈ વાલજીભાઈ પાનસુરીયા (ઉ.વ 42) દ્વારા લોધિકા પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે તેમની કંપનીમાં એકાઉન્ટન્ટ અને માર્કેટિંગની નોકરી કરનાર સતીશ મગનભાઈ રાદડિયાનું નામ આપ્યું છે.


ભગવાનજીભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમણે તથા તેના ભાઈ અલ્પેશભાઇએ સાથે કંપની ચાલુ કરી હતી. વર્ષ 2020 માં તેમણે આરોપી સતીશ અને તેના ભાઈ ધર્મેશને નોકરી પર રાખ્યા હતા સતીશ કંપનીમાં એકાઉન્ટિંગ અને માર્કેટિંગનું કામ કરતો હતો. જ્યારે તેનો ભાઈ ધર્મેશ કસ્ટમર સાથે ટેલીફોનિક વાતચીત કરી ફોલોઓપ લેવાનું કામ કરતો હતો.


તે કંપનીમાં પહેલા હાઇડ્રોલિક મશીન ઉપર મેન્યુઅલી કામ કરતા હતા. ત્યારબાદ દસ વર્ષથી ઓટોમેટિક પેપર પ્લેટ મશીન બનાવવા તૈયારી શરૂ કરી હતી. ત્યારબાદ તેમણે 300 પેકેટનું ઉત્પાદન થઈ શકે તેવી ફૂલી ઓટોમેટીક મશીન બનાવ્યું હતું તે પ્રથમ 300 પેકેટનું ઉત્પાદન થઈ શકે તેવા મશીન મેન્યુફેક્ચરિંગ કરતા હોવાથી તેના બદલે ૧૨૦૦ પેકેટ ઉત્પાદન થઈ શકે તેવા મશીનનું મેન્યુફેક્ચરિંગ કરવા માટે મશીનનો ડેટા કંપનીના કોમ્પ્યુટરમાં રાખ્યો હતો. જે કોમ્પ્યુટર પર આરોપી સતીષ બેસતો હતો તેણે કંપનીની જાણ બહાર આ ખાનગી ડેટા લઈ જેતપુરના વિપુલભાઈ પટેલ નામના શખસ પાસે વેસ્પા એન્જિનિયરિંગ સોલ્યુશન નામે ભાગીદારીમાં પેઢી ચાલુ કરી હતી.


આ બાબતે જાણ થતા ફરિયાદીએ આરોપીને છૂટો કરી દીધો હતો. ત્યારબાદ તેને જાણ થઈ હતી કે, આરોપીએ તેના કોમ્પ્યુટરમાંથી ગ્રાહકોના સંપર્ક અને ડેટા તેમજ ફુલ્લી ઓટોમેટીક પેપર પ્લેટ બનાવવાનો ડેટા પણ લઈ લીધો છે અને હરીફ કંપનીમાં ભાગીદારીમાં રહી કંપનીનો ડેટા શેર કર્યો છે. આ રીતે સાત વર્ષની મહેનત કરી તે મશીન બનાવી રહ્યા હતા તે મશીન અંગેનો મહત્વનો ડેટા આરોપીએ હરીફ કંપનીમાં શેર કરી દીધાની જાણ થતા અંતે કંપની માલિકે આ અંગે તેના પૂર્વ કર્મચારી વિરુદ્ધ વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News