BREAKING NEWS

જામનગરમાં રોકાણના નામે ૧.૮૭ કરોડની છેતરપિંડી કેસમાં પુણે માંથી આરોપી ઝડપાયો

  • January 02, 2026 05:54 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગરના આસામીને ખોટી ટ્રેડીંગ કંપની મારફતે રોકાણમાં તગડા નફાની લાલચ આપી ૧.૮૭ કરોડ પડાવી લેવાના કેસમાં જામનગર પોલીસ ટીમે એક આરોપીને  પુણે પંથકમાંથી પકડી પાડ્યો છે.


જામનગરના એક આસામી સાથે રોકાણના બહાને ૧ કરોડ ૮૭ લાખ ની છેતરપિંડી આચરવામાં  આવી હતી. આ આસામીએ દીવાન એન્ટરપ્રાઈઝ નામની પેઢીના બેંક ઓફ મહારાષ્ટ્ર માં આવેલા ખાતામાં પૈસા જમા કરાવ્યા હતા. પરંતુ તેઓને વળતર કે પોતાના પૈસા પરત મળ્યા ન હતા. આથી જામનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.


આ ગુન્હા ની સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા પીઆઈ આઈ.એ. ધાસુરા અને સ્ટાફ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. જેમાં મહારાષ્ટ્રના પુણેમાં ઈમામનગરમાં રહેતા એજાઝ સલીમ શેખ (ઉ.વ.૩૭) નામના શખ્સની સંડોવણી ખૂલવા પામી હતી. આથી જામનગર થી દોડી ગયેલી પોલીસ ટીમે આ શખ્સને પુણે માંથી ઝડપી.લીધો હતો. હાલ તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.


ખોટી ટ્રેડીંગ કંપની મારફતે ઇન્વેસ્ટમેન્ટના બહાના હેઠળ ફરીયાદી પાસેથી મોટી રકમ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી વેબસાઇટ પર ખોટુ પ્રોફીટ બતાવી બાદમાં ફરીયાદીને રકમ પરત નહી કરી છેતરપીંડી અંગે સાયબર ક્રાઇમમાં ફરીયાદ દાખલ થઇ હતી, જેથી હયુમન અને ટેકનીકલ સોર્સના આધારે આરોપી બાબતે માહિતી એકત્ર કરી મહારાષ્ટ્રના પુણે ખાતે તપાસ લંબાવીને આરોપી એજાઝને પકડી લીધો હતો.
​​​​​​​

સાયબર પોલીસ દ્વારા પ્રજાજોગ સંદેશો પાઠવીને આ પ્રકારની છેતરપીંડીથી બચવા અજાણી વ્યકિતપર આંધળો વિશ્ર્વાસ ન કરવો સરળતા અને લાલચથી સાવધાન રહેવું, રોકાણ કરતા પહેલા વિશ્ર્વસનીયતા અને માર્કેટ સ્થીતી વિશે સંપુર્ણ માહિતી મેળવી સેબીની વેબસાઇટ પર કંપની વિશેની માહિતી મેળવી શકાય છે. રોકાણ કરતા પહેલા જોખમને સમજીને આગળ વધવું જોઇએ, સજાગ રહો, સુરક્ષીત રહો તેમ અપીલ કરવામાં આવી છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application