કુતિયાણામાં મિલ્કતના મનદુ:ખમાં યુવાન ઉપર તેના સગાભાઇ બે ભાભી અને ભત્રીજા સહિત પાંચ લોકોએ હુમલો કરતા હત્યાની કોશિશ સહિતની કલમ હેઠળ ગુન્હો દાખલ થતા પોલીસે આરોપીઓની અટકાયત કરી લીધી છે. મૂળ કુતિયાણાના બહારપુરામાં તથા હાલ પોરબંદરના એરપોર્ટ સામે રાધેકૃષ્ણ એપાર્ટમેન્ટમાં રહેતા દિવ્યેશ નાથાભાઇ ઓડેદરા નામના ૩૭ વર્ષના યુવાને એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તેમના પિતા નાથાભાઇ ઓડેદરા મૃત્યુ પામ્યા પછી ભાઇઓની મિલ્કત બાબતે ભાગ પાડવાની વાતચીત ચાલુ હતી અને તે બાબતે નાના ઝઘડા પણ થયા હતા.
તા. ૨૭-૫ના બપોરે ફરીયાદી દિવ્યેશ ઓડેદરા તથા તેના મિત્રો ક્રેટા કારમાં કુતિયાણા ગયા હતા દિવ્યેશનો ભાઇ કા નાથા ઓડેદરા અને ભત્રીજો આકાશ દીપક ઓડેદરા બંનેને ફરિયાદીને ‘તું ઘરે કેમ આવ્યો છે? ’ તેમ કહેતા ફરિયાદીએ, ‘હું બાના ખબર અંતર પૂછવા અને મળવા આવ્યો છું.’ તેમ કહેતા ફરિયાદીનો ભાઇ કા અને બે ભત્રીજા કૃણાલ અને આકાશ તથા બંને ભાભીઓ શોભનાબેન કાળુ અને શોભનાબેન દીપક ઉશ્કેરાઇ ગયા હતા અને ગાળો આપવા લાગ્યા હતા. ત્યારબાદ કાળુએ ધોકાવડે અને છરીથી માર માર્યો હતો. મિત્રો બચાવવા વચ્ચે આવતા તેમને ભગાડી મૂકવામાં આવ્યા હતા. ત્યારબાદ ફરિયાદીને માર મારીને ‘આજે તો તને જવા જ નથી દેવો પતાવી જ નાખવો છેે.’ તેમ કહીને ધમકી આપી હતી. ત્યારબાદ ફરિયાદીને હોસ્પિટલે દાખલ કરવામાં આવ્યો હતો અને કુતિયાણા પોલીસે આ બાબતમાં ગુન્હો નોંધીને આરોપીઓની ધરપકડ કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવીમા ઉદ્યોગમાં હાહાકાર: અમદાવાદ પ્લેન ક્રેશનો 4000 કરોડનો દાવો, અત્યાર સુધીનો સૌથી મોટો
June 16, 2025 11:40 PMઅમરેલી જિલ્લામાં ભારે વરસાદ વચ્ચે બચાવ કામગીરી: 24 નાગરિકોને રેસ્ક્યુ કરાયા...જુઓ વીડિયો
June 16, 2025 11:15 PMગુજરાતમાં મેઘતાંડવ: સૌરાષ્ટ્રમાં જળબંબાકાર, 10 જિલ્લામાં રેડ એલર્ટ, અમદાવાદમાં પણ ધોધમાર
June 16, 2025 09:56 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech