BREAKING NEWS

સરદારનગરમાં કારમાંથી 70 બોટલ વિદેશી દારૂ સાથે આરોપી ઝડપાયો

  • October 01, 2025 03:29 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
રાજકોટ શહેર પોલીસ કમિશનર જોઈન્ટ પોલીસ કમિશનર, ડીસીપી ક્રાઈમ દ્વારા દારૂ જુગારની બદીને ડામી દેવા કરાયેલા આદેશના પગલે પીસીબી બ્રાન્ચના પીઆઇના માર્ગદર્શન હેઠળ ટીમ વિસ્તાર પેટ્રોલિંગમાં નીકળી હતી તે દરમિયાન મળેલ બાતમીના આધારે સરદાર નગર મેઇન રોડ પર કારમાં 70 આ બોટલ વિદેશી દારૂ સાથે મવડી આસોપાલવ સોસાયટીમાં રહેતા આરોપીને ઝડપી ધોરણસરની કાર્યવાહી હાથધરી હતી.


પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ રાજકોટ શહેરના પીસીબી બ્રાન્ચના પીઆઇ એમ આર ગોંડલીયાના માર્ગદર્શન હેઠળ પીઆઇ એમ જે હૂણની રાહબરીમા પીએસઆઇ પી બી ત્રાજિયા અને ટીમ પેટ્રોલિંગમાં નીકળી હતી તે દરમિયાન કરણ મારુ અને રાહુલગીરીને મળેલ ચોક્કસ બાતમીના આધારે સરદાર નગર મેઇન રોડ પર કારને અટકાવી તલાસી લેતાકારમાંથી 70 બોટલ વિદેશી દારૂ મળી આવતા કાર જીજે 14 એએ 6800 તેમજ દારૂ સહિત 91,000 ના મુદ્દા માલ સાથે કારના ચાલક રાજ અનિલભાઈ સગપરીયા ઉમર 24 રહે આસોપાલવ સોસાયટી મહુડી રોડ રાજકોટ વાળાની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથધરી હતી.


ઝડપાયેલા આરોપી રાજની પૂછપરછમાં આ દારૂ પોતે પંજાબ બોર્ડરેથી લઈ આવ્યો હોવાનું તેમજ અગાઉ પણ પ્રોહિબિશનના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂક્યા ની કબુલાત આપતા આરોપી ના રિમાન્ડ મેળવવા પીસીબી બ્રાન્ચે કાર્યવાહી શરૂ કરી છે.


આ અંગેની કામગીરીમાં પી.આઈ એમ.આર ગોંડલીયા, પીઆઇ એમ જે હૂણ ,પીએસઆઇ પી બી ત્રાજિયા, એએસઆઈ મયુર પાલરીયા,સંતોષભાઈ મોરી, દેવરાજભાઈ, વિરેન્દ્રસિંહ, કુલદીપસિંહ જાડેજા, કરણ મારુ,કિરતસિંહ, યુવરાજસિંહ, રાહુલગીરી, વિજય મેતા સહિતની ટીમ જોડાઈ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application