BREAKING NEWS

રાજકોટમાં નિવૃત્ત શિક્ષકને 'ડિજિટલ એરેસ્ટ' કરી રૂ.1.14 કરોડની છેતરપિંડી, એક આરોપી જેતપુરથી ઝડપાયો, મિશનથી બેન્ક એકાઉન્ટ ભાડે આપ્યું'તું

  • November 21, 2025 02:43 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટના જૂના એરપોર્ટ રોડ પર પત્રકાર સોસાયટી નજીક રહેતા 76 વર્ષીય નિવૃત્ત શિક્ષકને 20 દિવસ સુધી ડિજિટલ એરેસ્ટ કરી ગઠિયાઓ દ્વારા 1.14 કરોડ પડાવી લેવાની ફરિયાદ નોંધાતાં સાયબર ક્રાઇમ પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. પોલીસે કમિશનથી બેન્ક એકાઉન્ટ ભાડે આપનાર જેતપુરના શખ્સની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. આ ઉપરાંત પોલીસની પ્રાથમિક તપાસમાં ડિજિટલ એરેસ્ટથી સાયબર ગઠિયાઓ દ્વારા વૃદ્ધ પાસેથી મેળવેલ રકમ ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશ સહિતના રાજ્યોના બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી હોવાનું સામે આવ્યું છે. હાલ અન્ય આરોપીઓને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.


પોલીસે કમિશનથી બેન્ક એકાઉન્ટ ભાડે આપનાર જેતપુરના શખ્સની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. આ ઉપરાંત પોલીસની પ્રાથમિક તપાસમાં ડિજિટલ એરેસ્ટથી સાયબર ગઠિયાઓ દ્વારા વૃદ્ધ પાસેથી મેળવેલ રકમ ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશ સહિતના રાજ્યોના બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી હોવાનું સામે આવ્યું છે. હાલ અન્ય આરોપીઓને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.


4.50 લાખ જેતપુરના સુજલ લાખાણીના એકાઉન્ટમાં જમા થયા હતા

સાયબર માફિયા ગેંગમાં અલગ-અલગ બે મોબાઈલ પરથી આવેલા ફોન નંબર અને ત્રણ બેન્ક એકાઉન્ટધારક અંગે તપાસ કરતા 4.50 લાખ રૂપિયા જેતપુર ડોબરીયાવાડીમાં રહેતા સુજલ વિઠ્ઠલભાઈ લાખાણી નામના એકાઉન્ટધારકના ખાતામાં જમા થયા હોય તેને ઝડપી પૂછપરછ હાથધરતા તેણે એકાઉન્ટમાંથી નાણા ઉપાડી જેતપુરના અન્ય એક શખ્સને આપ્યાની કબુલાત આપી હતી.


પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ એરપોર્ટ રોડ ઉપર પત્રકાર સોસાયટી નજીક એક્ઝાનનગર સોસાયટીમાં રહેતા કુરબાન વલીજી બદામી ઉંમર વર્ષ 76 નામના નિવૃત્ત શિક્ષક ગત મહિને ૨૯ના રોજ તેમના મોબાઈલ ફોનમાં કોલ આવ્યો હતો અને પોતે જીઓ ટેલિકોમ કંપનીમાંથી બોલે છે, તમારો ફોન બે કલાકમાં બંધ થઈ જશે કારણ કે તમારા ફોનનો ઉપયોગ ચાઈલ્ડ પોર્નોગ્રાફી, ઓનલાઈન ગેમ્બલિંગ તેમજ સાયબર આતંકવાદમાં થયો છે.


નિવૃત્ત શિક્ષકને વૉટસએપમાં વીડિયો કોલ આવ્યો હતો

જેથી નિવૃત્ત શિક્ષક આ બાબતે અજાણ છે, આવી કોઈ પ્રવૃત્તિ કરી નથી કહેતાં સામેથી મુંબઈ ક્રાઈમ બ્રાન્ચમાંથી બોલે છે અને તમારે અહીં ક્રાઈમ બ્રાન્ચમાં ખુલાસો કરવા માટે આવવું પડશે. વૃદ્ધ પોતે ઉંમરલાયક હોવાથી આવી શકે તેમ ન હોવાથી સામે છેડેથી વીડિયો કોલમાં વાત કરાવી દેશે ફોનમાં ખુલાસો કરી આપજો કહીને થોડીવાર બાદ નિવૃત્ત શિક્ષકને વૉટસએપમાં અન્ય એક નંબર મારફતે વીડિયો કોલ આવ્યો હતો.


તમને દસ વર્ષની આજીવન કેદ થઈ શકે છે 

વૃદ્ધે આ કોલ ઉપાડયો હતો જેમાં સામે છેડેથી પોલીસની વર્ધી પહેરેલી વ્યક્તિએ પોલીસ સબ ઈન્સ્પેક્ટર શંકર સુરેશ પાટિલ હોવાની ઓળખ શિક્ષકના પરિવારની તમામ ડિટેઈલ માંગીને આધારકાર્ડ નંબર મેળવી લીધા હતા સાથે એવું કહ્યું હતું કે તમારા આ આધાર કાર્ડ પરથી અલગ-અલગ રાજ્યમાં ખાતા ખુલ્યા છે અને મની લોન્ડરિંગ તેમજ સાયબર ક્રાઈમના ઉપયોગમાં લેવાયા છે. સાયબર આતંકવાદમાં તમારું આધારકાર્ડ વપરાયું છે અને તમને દસ વર્ષની આજીવન કેદ થઈ શકે છે સાથે એવું પણ કહ્યું હતું કે તમને અત્યારે ફિઝિકલ એરેસ્ટ કરતા નથી પરંતુ ડિઝિટલ એરેસ્ટ કરવામાં આવેલ છે, તેમ કહી વીડિયો કોલ કરતા હોય જેથી ડરી ગયેલા હતા.


તમારી સંપત્તિ શંકાના દાયરામાં છે

વૃદ્ધને તમારી સંપત્તિ શંકાના દાયરામાં છે. તમારી તમામ પ્રોપર્ટી લિક્વિટાઈઝ કરીને આરબીઆઈમાં રોકડા રૂપિયા જમા કરાવવા પડશે અને આ કેસ પૂર્ણ થયે તમને વ્યાજ સાથે પરત મળી જશે. સાયબર માફિયા ગેંગે વૃદ્ધને વૉટસએપમાં જ સુપ્રીમ કોર્ટ ઓફ ઈન્ડિયા અને રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના ડેપ્યુટી ગવર્નર ટી. રબીશંકરની સહી તથા સિક્કો મારેલા દસ્તાવેજો મોકલ્યા હતા અને જે એકાઉન્ટમાં રૂપિયા જમા કરાવવાના હતા તેની વિગત પણ આપી હતી. જેથી ડરી ગયેલા વૃદ્ધે પોતાના બેન્કના પેન્શન એકાઉન્ટમાંથી તેમજ પત્નીના એકાઉન્ટમાંથી તા.૩ના રોજ ૬૫ લાખ, બીજા દિવસે ચાર તારીખે છે. અમે જણાવીએ તેમ કરશો તો તમને સાયબર આતંકવાદના કેસમાંથી રાહત અપાવશું કહી બીજા ૨૫ લાખ, પત્નીના ત્રણ એકાઉન્ટમાંથી ૨૪.૫૫ લાખ ટ્રાન્સફર કર્યા હતા.


હજુ દસ લાખ રૂપિયા નહીં ભરો તો ફિઝિકલ એરેસ્ટ કરવામાં આવશે

રકમ ટ્રાન્સફર કર્યા છતાં ફોનથી ધમકાવાઈ રહ્યા હતા કે હજુ દસ લાખ રૂપિયા નહીં ભરો તો ફિઝિકલ એરેસ્ટ કરવામાં આવશે અને ઑસ્ટ્રેલિયામાં રહેતી તમારી મોટી પુત્રી શબનમ અને કેનેડામાં રહેતી નાની પુત્રી ઈશરતને વિદેશથી ડિપોર્ટ કરીને ભારત લાવવામાં આવશે તેવું કહેતા વૃદ્ધે પોતાની નાની પુત્રી ઈશરતનો સંપર્ક સાધીને નાણાં માંગ્યા હતા. પુત્રી ઈશરતને સમગ્ર ઘટનાની વાત કરતા તેને આ ફ્રોડ છે અને ફરિયાદ કરવા કહેતા ૧૮-૧૧-૨૦૨૫ના રોજ નિવૃત્ત શિક્ષક કુરબાનભાઈ બદામીએ ટોલ ફ્રી નં.૧૯૩૦માં ૧,૧૪,૫૫,૦૦૦ રૂપિયાનું સાયબર ફ્રોડ કર્યાની ફરિયાદના આધારે પીઆઇ જે એમ કૈલાએ ફરિયાદીને રૂબરૂ સાંભળ્યા બાદ ફ્રોડનો ગુનો દાખલ કરી વધુ તપાસ પીઆઇ એમ જે ઝણકાટ ચલાવી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application