BREAKING NEWS

જેતપુરમાં રસ્તા પર નોનવેજનો કચરો નાખી ગંદકી ફેલાવતા છ ધંધાર્થીઓ સામે કાર્યવાહી

  • April 08, 2026 12:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



રાજકોટના જેતપુરમાં ઉધી શેરી વિસ્તારમાં નોનવેજના ધંધાર્થીઓ અહીં જાહેરમાં કચરો ફેંકી ગંદકી કરતા હોય જેથી અહીંથી લોકોને પસાર થવું મુશ્કેલ બની જવા પામ્યું હતું.આ ઉપરાંત લોકોની લાગણી પણ દુભાતી હોય ત્યારે આ મામલે પોલીસને જાણ કરવામાં આવી હતી. દરમિયાન જેતપુર સિટી પોલીસ મથકના સ્ટાફે ખાસ ડ્રાઇવ યોજી ઉધી શેરી વિસ્તારમાં નોનવેજની દુકાન ધરાવનાર છ ધંધાર્થીઓ સામે જાહેર રસ્તા ઉપર પસાર થતા માણસોને તથા પાડોશમાં રહેતા લોકોને સુગ ચડે તેવી રીતે મુરઘીનું ચામડુ– માસ સહિતના અવશેષોનો કચરો રોડ પર ફેંકી ગંદકી કરવા અંગે ગુના નોંધવામાં આવ્યા છે.જાણવા મળતી વિગતો મુજબ, જેતપુર સિટી પોલીસ મથકના પીઆઇ એ.ડી. પરમારની રાહબરી હેઠળ સિટી પોલીસ દ્રારા એક ખાસ ડ્રાઈવ યોજવામાં આવી હતી. જેમાં જેતપુર સિટી પોલીસ મથકના સ્ટાફને અહીં ઉધી શેરી વિસ્તારમાં નોનવેજના ધંધાર્થીઓ દ્રારા જાહેર રસ્તા ઉપરથી પસાર થતા માણસોને તથા પાડોશમાં રહેતા માણસોને સુગ ચડે તેવી રીતે મુરઘી મારી કાપી, ચામડુ તથા માસ અલગ કરી તેમજ રસ્તા ઉપરથી પસાર થતા માણસોને ત્રાસ થાય તેવી રીતે મુરઘીના કચરાનો નિકાલ કરવામાં આવતો હોય જેથી આવ આ પ્રકારનું કૃત્ય આચરનાર ધંધાર્થીઓ સામે ગુના નોંધવામાં આવ્યા હતા.જેતપુર પોલીસની આ ખાસ ડ્રાઇવ દરમિયાન કુલ છ ધંધાર્થીઓ સામે ગુના નોંધાયા હતા. જેમાં ગેબી ચિકનના સંચાલક એજાઝ અહમદભાઈ કાથરોટીયા (ઉ.વ.૨૧), માસ્ટર ફીશ એન્ડ એગ્સ સેન્ટર દુકાનવાળા સાહિલ હનીફભાઈ મોર(ઉ.વ. ૩૮), એમ.એચ. ચિકનવાળા યાકુબ મુસાભાઈ કારવા (ઉ.વ. ૨૩), ગેબી ચીકનવાળા એઝાઝ ઈકબાલભાઈ ખેરાણી (ઉ.વ. ૨૯), કૌશર ચિકનના ગફર મોહમ્મદભાઈ તરકવાડીયા (ઉ.વ. ૬૧) અને ચીકર નામની દુકાનવાળા સલીમ જુસબભાઈ મંગયાણી (ઉ.વ.૬૪) વિદ્ધ ગુજરાત પોલીસ અધિનિયમની કલમ ૧૦૫, ૧૫(ગ), ૧૧૭ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application