BREAKING NEWS

બ્રિટનનાં ૨૧ પોર્ટ હસ્તગત કરશે અદાણી

  • July 29, 2026 02:29 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


અદાણી જૂથ હવે બ્રિટનના ૨૧ બંદરો હસ્તગત કરવાની તૈયારી કરી રહ્યું છે. ઇઝરાયલ, શ્રીલંકા, તાંઝાનિયા અને ઓસ્ટ્રેલિયા પછી ઉધોગપતિ ગૌતમ અદાણી હવે બ્રિટનના બંદર ક્ષેત્રમાં મોટો પ્રવેશ કરવાની તૈયારીમાં છે. ભારતની સૌથી મોટી ખાનગી બંદર સંચાલક કંપની અદાણી પોટર્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન યુકેની સૌથી મોટી બંદર સંચાલક કંપની એસોસિએટેડ બ્રિટિશ
પોટર્સમાં નિયંત્રણકારી હિસ્સો ખરીદવા માટે બિડ કરવાનું વિચારી રહી છે. અદાણી જૂથે વર્ષ ૨૦૩૧ સુધીમાં વિશ્વની સૌથી મોટી પરિવહન સુવિધા કંપની બનવાનું લય રાખ્યું છે. બ્રિટનની સૌથી મોટી બંદર સંચાલક કંપનીમાં નિયંત્રણકારી હિસ્સાની સંભવિત ખરીદી આ વૈશ્વિક મહત્ત્વાકાંક્ષા તરફનું અત્યાર સુધીનું સૌથી મોટું પગલું સાબિત થઈ શકે છે.એસોસિએટેડ બ્રિટિશ પોટર્સનો કુલ ૬૩.૯ ટકા હિસ્સો વેચાણ માટે ઉપલબ્ધ બન્યો છે. આ હિસ્સો હાલમાં બે કેનેડિયન પેન્શન ફડં પાસે છે. કેનેડા પેન્શન પ્લાન ઇન્વેસ્ટમેન્ટ બોર્ડ પાસે કંપનીનો ૩૦ ટકા હિસ્સો છે, યારે ઓન્ટારિયો મ્યુનિસિપલ એમ્પ્લોયીઝ રિટાયરમેન્ટ સિસ્ટમ ૩૩.૮૮ ટકા હિસ્સો ધરાવે છે. બંને ફંડે પોતાના હિસ્સાના વેચાણ માટે બેંકરોની નિમણૂક કરી હોવાનું જાણવા મળ્યું છે.
સોદો સફળ રહ્યો તો અદાણી જૂથને બ્રિટનના દરિયાઈ વેપાર અને વ્યૂહાત્મક માળખામાં સીધો અને નોંધપાત્ર પ્રવેશ મળશે. એસોસિએટેડ બ્રિટિશ પોટર્સ ઈંગ્લેન્ડ, સ્કોટલેન્ડ અને વેલ્સમાં ૨૧ મહત્ત્વપૂર્ણ બંદરોની માલિકી ધરાવે છે અને તેનું સંચાલન કરે છે. કંપની દ્રારા સંચાલિત બંદરો યુકેના કુલ દરિયાઈ વેપારનો લગભગ ચોથો ભાગ સંભાળે છે.કંપનીના બંદરોમાં ટનેજની ધ્ષ્ટ્રિએ યુકેનું સૌથી મોટું બંદર ઇમ્મિંગહામ અને દેશનું સૌથી મોટું નિકાસ બંદર સાઉધમ્પ્ટન સામેલ છે. સાઉધમ્પ્ટન બંદર પરથી દર વર્ષે આશરે ૪૦ અબજ પાઉન્ડની નિકાસ થાય છે. કંપની ઓફશોર પવન ઊર્જા ઉધોગમાં પણ મહત્ત્વની ભૂમિકા ભજવે છે અને આ ક્ષેત્રની ૫૦ ટકાથી વધુ કામગીરી તથા જાળવણી સાથે સંકળાયેલી છે.
વર્ષ ૨૦૨૫ દરમિયાન એસોસિએટેડ બ્રિટિશ પોટર્સનાં ૨૧ બંદરોએ ૪૨.૫ મિલિયન ટન બલ્ક કાર્ગેા તથા ૩૧ લાખ યુનિટ કન્ટેનર અને રોલ–ઓન, રોલ–ઓફ કાર્ગેાનું સંચાલન કયુ હતું. આ કામગીરીથી કંપનીને ૮૧૯.૮ મિલિયન પાઉન્ડની આવક અને ૫૮૬.૫ મિલિયન પાઉન્ડનો ઓપરેટિંગ નફો થયો હતો.
કંપનીની આવકનો નોંધપાત્ર હિસ્સો એવા ગ્રાહક કરારોમાંથી આવે છે જેમાં વાસ્તવિક ટ્રાફિક કે કાર્ગેાના જથ્થાથી અલગ નિશ્ચિત આવકની જોગવાઈ હોય છે. આ ઉપરાંત એસોસિએટેડ બ્રિટિશ પોટર્સ તેના મોટાભાગનાં બંદરો માટે કાનૂની બંદર અને નદી સત્તા તરીકે કામ કરે છે. તેથી તેને પાયલોટેજ અને જળમાર્ગ જાળવણી જેવી સેવાઓમાંથી પણ નિયમિત આવક થાય છે.
અદાણી પોટર્સના પ્રવકતાએ જણાવ્યું હતું કે કંપની પોતાની લાંબા ગાળાની વ્યૂહરચનાને અનુપ અને તમામ હિસ્સેદારો માટે ટકાઉ મૂલ્ય સર્જતી તકોનું સતત મૂલ્યાંકન કરતી રહે છે. જોકે કંપનીએ બજારમાં ચાલી રહેલી અટકળો અંગે કોઈ સીધી ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યેા હતો.એસોસિએટેડ બ્રિટિશ પોટર્સના અન્ય હિસ્સેદારોમાં સિંગાપોરનું સોવરિન વેલ્થ ફડં જીઆઈસી ૨૦ ટકા, કુવૈત ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટીની માલિકીનું રેઇન હાઉસ ઇન્ફ્રાસ્ટ્રકચર ૧૦ ટકા અને હર્મેસ ઇન્ફ્રાસ્ટ્રકચર ફંડની માલિકીનું એન્કોરેજ પોટર્સ એલએલપી સામેલ છે.
પાંચ વર્ષમાં એક લાખ કરોડનું રોકાણ
અદાણી પોટર્સે આગામી પાંચ વર્ષમાં ક્ષમતા વધારવા માટે એક લાખ કરોડ પિયા સુધીનું રોકાણ કરવાની યોજના જાહેર કરી છે. તેમાંથી ૬૩,૦૦૦ કરોડ પિયા ભારતના બંદર વ્યવસાયના વિસ્તરણ માટે ફાળવવામાં આવ્યા છે. આંતરરાષ્ટ્ર્રીય બંદરો માટે આશરે ૭,૦૦૦ કરોડ પિયાનો મૂડીખર્ચ નક્કી કરાયો છે, જેમાં કોલંબો ટર્મિનલના બીજા તબક્કાનું નિર્માણ મુખ્ય છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application