BREAKING NEWS

તહેવારો પહેલા ગીર-સોમનાથમાં ભેળસેળનો પર્દાફાશ: કોડિનારમાં SOGના દરોડામાં નકલી ઘીનો જથ્થો ઝડપાયો

  • October 05, 2025 07:59 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

તહેવારોની મોસમ શરૂ થવા જઈ રહી છે, ત્યારે બજારમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળનું ઝેર પધરાવતા અસામાજિક તત્વો ફરી સક્રિય થયા છે. આ જ ક્રમમાં ગીર-સોમનાથ જિલ્લામાં ઘીમાં ઘાલમેલનો પર્દાફાશ થયો છે. પોલીસના સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપ (SOG) દ્વારા કોડીનાર શહેરના રબારી વાડા વિસ્તારમાં દરોડા પાડીને મોટા પ્રમાણમાં નકલી ઘીનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે.


SOG દ્વારા પાડવામાં આવેલા આ દરોડામાં ફૂડ વિભાગની ટીમ પણ પોલીસ સાથે જોડાઈ હતી. શુદ્ધ ઘીના નામે વેચાતા આ શંકાસ્પદ જથ્થાની ગુણવત્તા તપાસવા માટે તાત્કાલિક સેમ્પલ લેવામાં આવ્યા છે. નકલી ઘીનો જથ્થો જપ્ત કરી પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઓપરેશનથી તહેવારો દરમિયાન ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.


​​​​​​​કોડીનારમાં થયેલો આ પર્દાફાશ સામાન્ય નાગરિકો માટે ચેતવણીરૂપ છે. તંત્ર દ્વારા ભલે કાર્યવાહી કરવામાં આવી હોય, પરંતુ બજારમાંથી શુદ્ધ ઘી ખરીદતી વખતે ગ્રાહકોએ વિશેષ સાવચેતી રાખવી જરૂરી છે. પોલીસ અને ફૂડ વિભાગ દ્વારા તહેવારો દરમિયાન જાહેર આરોગ્યને જોખમમાં મૂકતી આવી પ્રવૃત્તિઓ સામે સતત સઘન ચેકિંગ અને કાર્યવાહી કરવામાં આવશે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application