આ અંગેની હકીકત મુજબ, વડોદરા સ્થિત સમીર અમૃતલાલ બેકરીવાલા શેર માર્કેટની ટિપ્સ મેળવવા ઠાકોર એકેડેમી ઓફ ફાઈનાન્સના વોટસઅપ ગ્રુપમાં સામેલ થતા, ગ્રુપમાં મુકાતા સ્ક્રિનશોટને ધ્યાને લઈ ટ્રેડિંગ કરવાનું જણાવેલ, જેમાં તેના બેંક એકાઉન્ટમાં રૂા. ૨૮,૭૬,૩૩૫ /- જમા કરાવેલ હતા. પરંતુ ત્યારબાદ વેબસાઈટ બંધ થઈ જવાથી શંકા જતા રૂા. ૯,૮૬,૧૩૩ રકમ વિથડ્રો કરી પરત મેળવેલા હતા. પરંતુ બાકીની રકમ રૂા. ૧૮,૯૦,૨૦૨ પરત ન કરતાં ઓનલાઇન છેતરપિંડી અંગેની વડોદરા સાઈબર પોલીસ સ્ટેશનમાં વોટસઅપ ગ્રુપના એડમિન સહિતના શખ્સો સામે ફરિયાદ દાખલ કરી હતી. જેથી સાઈબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના અધિકારી દ્વારા તપાસમાં શહેરના મોરબી રોડ નજીક ગ્રીનલેન્ડ ચોકડી પાસે રહેતા વિરલ જગદીશભાઈ મીરાણીનું નામ ખુલતા વડોદરા સાઈબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા નોટીસ આપતા ધરપકડની દહેસતથી જગદીશ મિરાણીએ સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી. જેમાં આરોપીના એડવોકેટ સ્તવન મહેતા દ્વારા દલીલ કરવામાં આવી હતી કે, આરોપી વિરૂધ્ધ ૧૬૦ દિવસ મોડી ફરિયાદ કરવામાં આવી છે. આરોપીના ખાતામાં કોઈ રકમ જમા થયેલ નથી. ફરિયાદી આરોપીને ઓળખતા નથી, આરોપીનો કોઈ ગુન્હાઈત ઈતીહાસ ન હોય, જે રજૂઆત ધ્યાને લઈ સેશન્સ જજે આરોપીની આગોતરા જામીન અરજી શરતોને આધીન મંજુર કરી છે. આ કામમાં આરોપી વતી યુવા ધારાશાસ્ત્રી સ્તવન જી. મહેતા, મૌલીક જોષી, નિકુંજ શુકલા, બ્રિજેશ ચૌહાણ, વજુ મેર, પ્રકાશ ચાવડા તથા મદદનીશ તરીકે નિરજંન ભટ્ટી, નિશાંત ચાવડા, ઋષીત રોહીત, અભય લખતરીયા રોકાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech