રાજકોટ સહિત સૌરાષ્ટ્ર્રમાં ચોમાસાનો એક મહિનો વિતી ગયા પછી પણ હજુ પાક પાણીનું ચિત્ર સુધયુ નથી. સૌરાષ્ટ્ર્રમાં તા.૧ જૂનથી પ્રિમોન્સુન એકિટવિટી અને તા.૧૫ જૂનથી વિધિવત નૈઋત્યના ચોમાસાનો પ્રારભં થતો હોય છે પરંતુ આ વર્ષે ચોમાસું શ થયું હતું. અલબત્ત વરસાદનો પ્રારભં થયા બાદ પણ સચરાચર વરસાદ નહીં થતા યાં વરસ્યો ત્યાં ચિત્ર સુધયુ બાકી અન્યત્ર કોરોધાકોડ રહ્યું તેવી સ્થિતિ જોવા મળી હતી. દરમિયાન ચોમાસાનો એક મહિનો વિતી ગયા બાદ આજની સ્થિતિએ રાજકોટ સિંચાઇ વર્તુળ હેઠળના સૌરાષ્ટ્ર્રના કુલ ૮૩માંથી ૫૬ ડેમની જળસપાટી હજુ ૨૦ ટકા કે તેથી પણ ઓછી છે. યારે અમુક ડેમ તો તળિયાઝાટક થઇને સુકાઇ ગયા છે. રાજકોટના આજી અને ન્યારી ડેમ સૌની યોજનાના નર્મદનીરથી ભરેલા છે નહીં તો રાજકોટની પણ હાલ પાણી પ્રશ્ને માઠી હાલત થઇ હોત.
વિશેષમાં લડ સેલના સૂત્રો અનુસાર રાજકોટ સિંચાઇ વર્તુળ હેઠળના રાજકોટ જિલ્લાના જે જળાશયોની હાલની સપાટી ૨૦ ટકાથી નીચે છે તે જોઇએ તો (૧) ભાદર–૧ ડેમ ૧૪.૩૬ ટકા, (૨) ફોફળ ૧૯.૩૨ ટકા (૩) આજી–૩ ૧૮ ટકા, (૪) સુરવો ૧૯.૨૫ ટકા (૫) ડોંડી ૧૨.૮૧ ટકા, (૬) ગોંડલી ૦.૨૨ ટકા (૭) વાછપરી ૩.૧૯ ટકા (૮) વેરી તળાવ ડ્રાય (૯) મોતીસર ૮.૯૨ ટકા, (૧૦) ખોડાપીપર ૫.૮૭ ટકા (૧૧) છાપરવાડી–૧ ૨.૪૦ ટકા, (૧૨) છાપરવાડી–૨ ડ્રાય (૧૩) ઇશ્વરીયા ૧૦.૭૫ ટકા (૧૪) કરમાળ ૭.૪૮ ટકા, (૫) કરણુકી ૩.૧૭ ટકા સુધી ભરેલો છે.
મોરબી જિલ્લામાં (૧) ડેમી–૧ ૧.૯૮ ટકા, (૨) ડેમી–૨ ૧૬.૨૭ ટકા (૩) બંગાવડી ૧૩.૬૩ ટકા (૪) ડેમી–૩ ૦.૬૮ ટકા સુધી ભરેલો છે.
જામનગર જિલ્લામાં (૧) સસોઈ ૧૫.૪૩ ટકા (૨) સપડા પાંચ ટકા (૩) ફુલઝર–૨ ત્રણ ટકા (૪) વિજરખી ૦.૯૩ ટકા (૫) ફોફળ–૨ ૧.૦૫ ટકા (૬) ઐંડ–૩ ૧૦.૯૫ ટકા (૭) આજી–૪ ૬.૬૬ ટકા (૮) રંગમતી ૪.૩૨ ટકા (૯) ઐંડ–૧ ૬.૮૧ ટકા (૧૦) કંકાવટી ૨.૬૨ ટકા (૧૧) ઉંડ–૨ ૦.૦૪ ટકા (૧૨) વાડીસગં ૫.૦૮ ટકા (૧૩) પાવટી ડ્રાય (૧૪) સસોઈ–૨ ૯.૧૫ ટકા (૧૫) વગડીયા ૧૩.૩૪ ટકા સુધી ભરેલો છે.
દ્રારકા જિલ્લામાં (૧) સાની ડેમ ડ્રાય (૨) ઘી ડેમ ૮.૨૨ ટકા (૩) વતુ–૧ ૦.૫૬ ટકા (૪) ગઢકી ડેમ ૦.૦૧ ટકા (૫) વતુ–૨ ૦.૫૩ ટકા (૬) સોનમતી ૧.૦૨ ટકા (૭) શેઢા ભાડથરી ૦.૮૮ ટકા (૮) વેરાડી–૧ ૧.૭૩ ટકા (૯) સિંધણી ૦.૨૮ ટકા
(૧૦) કાબરકા ૧.૮૪ ટકા (૧૧) વેરાડી–૨ ૪.૩૧ ટકા (૧૨) મીણસાર વાનાવડ ૨.૧૨ ટકા સુધી ભરેલો છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં (૧) વઢવાણ ભોગાવો–૧ (નાયકા) ૫.૭૭ ટકા, (૨) લીંબડી ભોગાવો–૧ ૧૧ ટકા (૩) ફલકુ ૬.૪૭ ટકા (૪) મોરસલ ડેમ ડ્રાય (૫) સબુરી ડ્રાય (૬) ત્રિવેણીઠાંગા ૧૩.૮૩ ટકા (૭) નિંભણી ડેમ ૦.૦૪ ટકા અને (૮) ધારી ડેમ ૮.૩૧ ટકા સુધી ભરેલો છે.
પોરબંદર જિલ્લાનો સોરઠી ડેમ સંપૂર્ણ ખાલી છે તેમજ અમરેલી જિલ્લાનો સાંકરોલી ડેમ ૦.૪૪ ટકા સુધી ભરેલો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application