BREAKING NEWS

સગીરાને ભગાડી ગયા બાદ સોમનાથ, દ્રારકા, સુરત લઈ જઈ દુષ્કર્મ આચયુ

  • July 06, 2026 05:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શહેરના માલવિયાનગર વિસ્તારમાં રહેતી સગીરાને ખોડીયારનગર પાસે રહેતો રિક્ષાચાલક ભગાડી ગયો હતો. જે અંગે અપહરણનો ગુનો નોંધાયો હતો. દરમિયાન એન્ટી હ્યુમન ટ્રાફિંકીગ યુનિટની ટીમે મહારાષ્ટ્ર્રના પુના ખાતેથી આરોપીને ઝડપી લઇ સગીરાને મુકત કરાવી હતી. બાદમાં સગીરાની પૂછતાછ કરતા આરોપી તેને અહીંથી ભગાડી ગયા બાદ સુરત, સોમનાથ, દ્રારકા સહિતના સ્થળોએ લઈ જઈ તેના પર દુષ્કર્મ આચયુ હોવાનું ખુલ્યું હતું. જેથી આ અંગે આરોપી સામે પોકસોની કલમનો ઉમેરો કરવા તજવીજ હાથ ધરી છે.
જાણવા મળતી વિગતો મુજબ, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા અને એસીપી ક્રાઈમ બી.બી. બસીયા દ્રારા અપહરણ થયેલ બાળકોને શોધી કાઢવા એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટને સુચના આપવામાં આવી હોય જેને લઇ પીઆઇ કે.કે. ગોહિલના માર્ગદર્શન હેઠળ ટીમ તપાસમાં હતી. દરમિયાન માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અપહરણના ગુનામાં પોલીસે તપાસ કરી આરોપી અશ્વિન ધનજીભાઈ ચૌહાણ (ઉ.વ.૩૦ રહે. ખોડીયારનગર પાસે, રાજકોટ) ને મહારાષ્ટ્ર્રના પુના પાસેથી ઝડપી લઇ સગીરાને મુકત કરાવી હતી.
બનાવ અંગે માલવીયાનગર પોલીસ મથકના પીએસઆઇ સી.પી. રાઠોડે તપાસ હાથ ધરી સગીરાની પૂછતાછ કરતા સગીરા મુળ ભાવનગર પંથકની વતની હોય અને તેના પિતા અહીં નોકરી કરતા હતા જેથી તેઓ અહીં રહેવા આવ્યા હતા. દરમિયાન આરોપી અશ્વિન જે રીક્ષાચાલક હોય બંને વચ્ચે પરિચય થયો હતો ત્યારબાદ અશ્વિન તેને પ્રેમજાળમાં ફસાવી ભગાડી ગયો હતો. અહીંથી ભગાડી ગયા બાદ સોમનાથ, દ્રારકા, સુરત અને ત્યારબાદ પુના ખાતે લઈ ગયો હતો આ દરમિયાન તેણે સગીરા સાથે વારંવાર શરીર સંબંધો બાંધ્યા હતા. સગીરાઈ જણાવેલી આ હકીકત બાદ તેનું મેડિકલ ચેકઅપ કરાવવા અને આરોપી સામે પોકસો એકટની કલમનો ઉમેરો કરવા તજવીજ હાથ ધરી છે.
આરોપીને ઝડપી સગીરાને મુકત કરાવવાની આ કામગીરીમાં એન્ટી હ્યુમન ટ્રાફિંકીગ યુનિટના પીઆઇ કે.કે. ગોહિલના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ આર.કે. ગોહિલ, એએસઆઈ અજયકુમાર શુકલા, સલીમભાઈ મકરાણી, ધર્મેન્દ્રસિંહ જાડેજા, હેડ કોન્સ્ટેબલ જીેશભાઈ મા, હરસુખભાઈ વાછાણી, કોન્સ. હસમુખભાઈ બાલધા, મહેશભાઈ પ્રસાદ, યોતિબેન બાબરીયા અને સૂર્યકાંતભાઈ સાથે રહ્યા હતા. એન્ટી હ્યુમન ટ્રાફિંકીગ યુનિટના સ્ટાફે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ૧૭ વર્ષની સગીરાના બનાવવા અંગે તપાસ હાથ ધરી સગીરાને શોધી કાઢી બી ડિવિઝન પોલીસને સોંપી કાયદેસરની કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application