બેચલર સુધી કોમર્સના અભ્યાસ બાદ અનુસ્નાતક માટે મેનેજમેન્ટનો અભ્યાસક્રમ શ્રેષ્ઠ છે તે પ્રકારનું માર્ગદર્શન કોલેજની વિદ્યાર્થીનીને અપાયુ છે.
પોરબંદર શહેરમાં નામના ધરાવતી અને વિદ્યાર્થીનીઓને પ્રગતિના રાહ બતાવતી ડો. વી.આર. ગોઢાણીયા મહિલા કોલેજમાં બી.કોમ. ગુજરાતી માધ્યમ અને ડીપાર્ટમેન્ટ ઓફ કોમર્સ અંગ્રેજી માધ્યમના છેલ્લા વર્ષના વિદ્યાર્થીનીઓને ડાયરેકટર કલ્પનાબેન જોષી સાથે ઉચ્ચ શિક્ષણના અભ્યાસનું માર્ગદર્શન આપવા ડો. વી.આર.ગોઢાણીયા આઇ.ટી. એન્ડ એન્જીનીયરીંગ કોલેજના ડીપાર્ટમેન્ટ ઓફ એમ.બી.એ.ની શૈક્ષણિક સંસ્થાની મુલાકાત કરાવી હતી. ટી.વાય.બી.કોમ.ની હાલમાં જ પરીક્ષા આપેલ વિદ્યાર્થીનીઓને આગળ અનુસ્નાતક અભ્યાસક્રમનું માર્ગદર્શન આપવા માટે વિદ્યાર્થીનીઓને બી.કોમ. બાદ મેનેજમેન્ટનું મહત્વ સમજાવતા ડીપાર્ટમેન્ટ ઓફ એમ.બી.એ.ના ડાયરેકટર દેવશ્રી વિસાણા દ્વારા ખુબ સરળ અને સારી રીતે માહિતીસભર માહિતી આપવામાં આવી હતી. મેનેજમેન્ટને સરળ રીતે સમજાવવા માટે કોયડાઓ, માઇન્સ ગેમ્સ અને અન્ય રમતોનું આયોજન એમ.બી.એ.ના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યુ હતુ. જેમાં વિજેતાઓને ઇનામો આપી પ્રોત્સાહિત કર્યા હતા. કલ્પનાબેન જોષી દ્વારા ઉચ્ચ અભ્યાસક્રમ માટે વિદ્યાર્થીનીઓને પ્રેરિત કર્યા હતા. ત્યારબાદ વિદ્યાર્થીનીઓએ કોલેજના અનુભવોને વાગોળીને સાથે અલ્પાહાર કરીને કોલેજની યાદોને સંગ્રહી આ એક દિવસીય ડે-આઉટને યાદગાર બનાવ્યો હતો. આ સમગ્ર કાર્યક્રમના આયોજન સુચા રીતે થાય તે માટે ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ડો. કેતન શાહે ભારે જહેમત ઉઠાવી હતી. વિદ્યાર્થીનીઓને તેના કારકિર્દી વિષે માર્ગદર્શન આપતા આ એક દિવસનું ડે-આઉટનું આયોજન કરવા બદલ સંસ્થાના પ્રમુખ ડો. વિરમભાઇ ગોઢાણીયા, મેનેજીંગ ટ્રસ્ટી અર્જુનભાઇ મોઢવાડીયા, એકેડેમિક ટ્રસ્ટી ડો. હીનાબેન ઓડેદરા, વર્કિંગ ટ્રસ્ટી ભરતભાઇ વિસાણા, ડો. ભરડાએ ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ડો. કેતન શાહ ડીપાર્ટમેન્ટ ઓફ એમ.બી.એ.ના ડાયરેકટર દેવશ્રી વિસાણા, ડીપાર્ટમેન્ટ ઓફ કોમર્સ અંગ્રેજી માધ્યમના ડાયરેકટર કલ્પના જોષી, તમામ એમ.બી.એ. ના સ્ટાફગણને શુભેચ્છા આપી આવા નવતર પ્રયોગો માટે પ્રોત્સાહિત કર્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરના કાલાવડમાં વન નેશન વન ઈલેક્શન અંતર્ગત કાર્યક્રમ યોજાયો
May 02, 2025 12:40 PMહવે ભૂલથી પણ ખોટા વ્યક્તિને UPI દ્વારા ચુકવણી નહીં થાય, જાણો શું કામ?
May 02, 2025 12:22 PMઆર માધવને NCERTના અભ્યાસક્રમ પર ઉઠાવ્યા સવાલ
May 02, 2025 12:15 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech