BREAKING NEWS

એરટેલે જાગનાથની ગલીઓ ખોદી નાખી, મનપા તંત્ર તાબોટા પાડતું રહ્યું

  • November 29, 2025 03:51 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ મહાપાલિકા તત્રં કયારે કયાં આગળ શા માટે ખોદકામ કરશે તેની આગાહી કોઇ કરી શકે તેમ નથી. યાજ્ઞિક રોડ અને જાગનાથ વિસ્તારમાં સતત છેલ્લા ત્રણેક મહિનાથી બેફામ આડેધડ અને આયોજન વિના ખોદકામ કરવામાં આવી રહ્યું છે. જાગનાથ વિસ્તારની પીવાના પાણીની પાઇપલાઇન ૪૦ વર્ષ જૂની હોય અવાર નવાર લીકેજ થતી હોય તેમજ પ્રદુષિત પાણી વિતરણની સમસ્યા રહેતી હોય લાખો રૂપિયાના ખર્ચે જૂના જાગનાથ અને નવા જાગનાથ વિસ્તારની જૂની પાઇપલાઇન દૂર કરી તેના સ્થાને ડકટ આયર્નની લાઇન નાખવામાં આવી રહી છે. આ માટે કરાયેલા આડેધડ ખોદકામ બાદ ખાડામાં ધૂળ નાખી દીધા જેવું પુરાણ કયુ હતુું જેને હજુ ગણતરીના દિવસો થયા છે ત્યાં જ આજથી મોબાઇલ કંપનીએ જાગનાથની શેરીઓ ખોદી નાખી છે. જેના કારણે લોકો ત્રાહીમામ પોકારી ઉઠયા છે. જાગનાથ વિસ્તારમાં ડીઆઇ પાઇપલાઇન નાખવાનું કામ પણ હજુ પૂર્ણપણે પૂર્ણ થયું નથી આજથી યાજ્ઞિક રોડ ઉપર ડીઆઇ લાઇન નાખવા  ખોદકામ શરૂ કરાયું છે સાથે સાથે ન્યુ જાગનાથ પ્લોટ શેરી નં.૨૦માં રામકૃષ્ણ ડેરીથી એલઆઇસી ઓફિસ તરફ જતાં રોડ ઉપર ટેલીકોમ કંપનીએ ખોદકામ શરૂ કયુ છે. જેના કારણે અનેક શેરીઓના રસ્તા બધં થઇ ગયા છે.

તાત્કાલિક અસરથી પૂરાણ કરવા સુચના આપું છું: જયમીન ઠાકર
વોર્ડ નં.૭ના યાજ્ઞિક રોડ અને જાગનાથ વિસ્તારમાં મહાપાલિકા તત્રં અને મોબાઇલ કંપની દ્રારા કરાયેલા આડેધડ ખોદકામથી ભારે પરેશાની થઇ રહી હોવા અંગે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઇ ઠાકરનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે, આજે તેમની તબીયત નાદુરસ્ત હોવાના કારણે તેઓ કચેરીએ ગયા નથી પરંતુ આ અંગે સબંધિત જવાબદાર અધિકારી અને ઇજનેરોને ટેલિફોનિક આદેશથી જયાં ખોદકામ કયુ હોય ત્યાં તાત્કાલીક પુરાણ કરવા તાકીદ કરું છું



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application