BREAKING NEWS

જો હું શરદ પવારનો પુત્ર હોત તો મને તક મળી હોત: CM બનવાની અધૂરી ઇચ્છા સાથે અજીત પવારે દુનિયા છોડી

  • January 28, 2026 11:30 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


નાયબ મુખ્યમંત્રી તરીકેનો રેકોર્ડ બનાવનારા અજિત પવાર મુખ્યમંત્રી બનવાની અધૂરી ઇચ્છા સાથે આ દુનિયા છોડી ગયા. તેમણે ઘણી વખત ખુલ્લેઆમ પોતાની ઇચ્છા વ્યક્ત કરી હતી. 2024ની મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પછી તેઓ છઠ્ઠી વખત નાયબ મુખ્યમંત્રી બન્યા. એક પ્રસંગે, અજિત પવારે તો એમ પણ કહ્યું હતું કે જો હું શરદ પવારના પુત્ર હોત, તો શું મને તક ન મળી હોત? મને ચોક્કસ મળી હોત. ફક્ત એટલા માટે કે હું શરદ પવારનો પુત્ર નથી, મને તક આપવામાં આવી ન હતી. કેવો અન્યાય! તેઓ વરિષ્ઠ પવારથી અલગ થઈ ગયા હતા અને એનસીપીમાં બે જૂથો બનાવી લીધા હતા.


અકસ્માત પહેલા અજિત પવારે સોશિયલ મીડિયા પર કરી હતી પોસ્ટ

વિમાન દુર્ઘટનાના લગભગ અડધા કલાક પહેલા, મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. આ પોસ્ટમાં અજિત પવારે મહાન સ્વાતંત્ર્ય સેનાની લાલા લજપત રાયને તેમની જન્મજયંતિ પર યાદ કર્યા હતા. તેમણે પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે, દેશની આઝાદી માટે સર્વસ્વ બલિદાન આપનારા મહાન સ્વાતંત્ર્ય સેનાની, સ્વરાજ્યના પ્રચારક, પંજાબ કેસરી લાલા લજપત રાયને તેમની જન્મજયંતિ પર નમ્ર શ્રદ્ધાંજલિ! તેમની દેશભક્તિ હંમેશા આપણને પ્રેરણા આપશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application