BREAKING NEWS

જામનગરમાં અખીલ ભારત સરકાર સપ્તાહની ઉજવણી

  • November 21, 2025 05:48 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગરમાં ૭૨ માં અખિલ ભારત સહકાર સપ્તાહ ઉજવણી કાર્યક્રમના ભાગરૂપે તા.૧૪-૧૧-૨૫ના રોજ જામનગર જિલ્લા સહકારી સંઘ દ્વારા સહકાર સપ્તાહ ઉદઘાટન તેમજ ઘ્વજવંદન કાર્યક્રમની સાથે સહકારી ક્ષેત્રે કાર્યક્ષમતા, જવાબદારી અને પારદર્શિતા વધારવા માટે ડીજીટલાઇઝેશનને પ્રોત્સાહન આપવું વિષય ઉપર એક સેમીનાર જામનગર જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘ, જામનગરની કચેરી ખાતે જામનગર જિલ્લા સહકારી સ:ઘના ચેરમેન જયંતભાઇ સી. વિરાણી ના પ્રમુખસ્થાને યોજવામાં આવેલ.


કાર્યક્રમની શરુઆતમાં જામનગર જિલ્લા સહકારી સંઘના ચેરમેન જયંતભાઇ સી. વિરાણીએ સહકારી ઘ્વજ ફરકાવી સહકાર સપ્તાહ કાર્યક્રમનું ઉદઘાટન કરતા જણાવેલ કે દર વર્ષે ૧૪ થી ૨૦ નવેમ્બર દરમ્યાન નેશનલ કો.ઓ. યુનિયન ઓફ ઇન્ડીયા દ્વારા અખિલ ભારત સહકાર સપ્તાહ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવે છે. આ ઉજવણી પાછળનો મુખ્ય હેતુ સહકારી ચળવળની સિદ્ધિઓ અને સાફલ્ય ગાથ અંગે જનજાગૃતિ લાવવાનો અનેસહકારી ચળવળને વધુ સુદ્રઢ કરવા માટે તેમજ વધુને વધુ લોકો સહકારી પ્રવૃતિથી અવગત થાય અને તેની સાથે જોડાઇને તેમનો સામજીક અને અર્થિક વિકાસ થાય અને સહકારી પ્રવૃતિને વધુ મજબુત બનાવવાનો છે. વધુમાં તેઓએ જણાવેલ કે જુલાઇ ૨૦૨૧થી શરૂ કરવામાં આવેલ સહકાર મંત્રાલય દ્વારા દેશની સહકારી પ્રવૃતિને એક નવી દિશા અને આયામ આપવાની સરકારની નેમ છે. સાથે સાથે સહકાર મંત્રાલય દ્વારા સહકારી ક્ષેત્રે સરકાર દ્વારા અનેક રાહતો અને પ્રોત્સાહનો આપવામાં આવેલ છે. જેમાં સેવા સહકારી મંડળીઓને કોમ્પ્યુટરાઇઝ કરીને મલ્ટી પરપઝ બનાવવી, રાષ્ટ્રીય ડેટાબેઝ ઉભો કરવો, સહકારી યુનિવર્સિટીની સ્થાપના વિગેરેનો સમાવેશ થાય છે.


આ કાર્યક્રમમાં જિલ્લા સહકારી સંઘના એકઝીકયુટીવ ઓફીસર પ્રજ્ઞેશભાઇ નાકરાણીએ જણાવેલ કે સહકારી સંસ્થાઓ માટે ડીજીટલાઇઝેશન અનિવાર્ય બની ગયેલ છે. ડીજીટલાઇઝેશન દ્વારા વહીવટી ખર્ચમાં ઘટાડો થાય છે, ઉત્પાદનમાં વધારો થાયછે અને હિસાબોમાં થતી ભૂલ નીવારી શકાય છે. આજના ઝડપી યુગમાં સહકારી સંસ્થાઓએ હરીફાઇમાં ટકી રહેવા માટે ડીજીટલાઇઝેશન અપનાવવું જ પડશે અનેતો જ ખાનગી સાહસો સામે સહકારી સંસ્થાઓ ટકી શકશે.

​​​​​​​
આ કાર્યક્રમમાં સંઘની સહકારી શિક્ષણ સમિતિના ચેરમેન છગનભાઇ એમ. પટેલ, ઉપપ્રમુખ પૃથ્વીરાજ એ. ચૌહાણ, માનદમંત્રી વશરામભાઇ ચોવટીયા, સંઘના ડાયરેકટર તેજુભા જાડેજા, કરમણભાઇ પી. ભીમાણી, જામનગર તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘના પ્રમુખ મગનભાઇ ભેસદડીયા, ઉપપ્રમુખ, પ્રદીપસિંહ જાડેજા, ધી જામનગર ડીસ્ટ્રીકટ કો.ઓ. બેન્કના જનરલ મેનેજર અલ્પેશભાઇ મોલીયા, જામનગર જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘના મેનેજર સાકરીયાભાઇ, સહકાર ભારતી, જામનગર જિલ્લા અઘ્યક્ષ રાજેશભાઇ રાઠોડ સ્વામી વિવેકાનંદ ક્રેડીટ કો.ઓ. સોસાયટીના એમ.ડી. રવિન્દ્રભાઇ દુધાગરા તથા અન્ય સહકારી સંસ્થાઓના પ્રમુખઓ, મંત્રીઓ, કર્મચારીઓ વિગેરે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application