BREAKING NEWS

વિંછીયાના ગોરૈયા ગામે ખુલ્લા પ્લોટમાંથી ૬.૫૧ લાખના એલ્યુમિનિયમ વાયરની ચોરી

  • November 19, 2025 11:14 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વિંછીયાના ગોરૈયા ગામમાં ખુલ્લા પ્લોટમાં રાખેલ રૂ.૬.૫૧ લાખના એલ્યુમીનીયમ વાયરની ચોરી થયા અંગે વિંછીયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવવામાં આવી છે. બનાવને લઇ સ્થાનિક પોલીસ ઉપરાંત એલસીબીની ટીમે તસ્કરોના સગડ મેળવવા તપાસ હાથ ધરી છે.


ચોરીના આ બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ, વિંછીયાના ગોરૈયા ગામે રહેતાં દેવાયતભાઇ લખમણભાઇ ખાંભલા (ઉ.વ.૩૭) એ નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું કે, તેઓ બે વર્ષથી પીજીવીસીએલના સાયલા, ડોળીયા, ચુડા, લીંબડી, તેમ ચાર ડીવીઝનના પ્રાઇવેટ કોન્ટ્રાક્ટ રાખે છે. બે માસ પહેલા દેવગઢ- વેજળકા ગામની વાડી વિસ્તારમાં પીજીવીસીએલની આશરે બારેક કિ.મી. જેટલો એલ્યુમિનિયમનો વાયર (તાર) જેનો વજન આશરે ૩૫૦૦ કિલો અને એક કિલો એલ્યુમિનિયમના વાયર (તાર) ની કિંમત રૂ. ૧૮૬ ગણી ૩૫૦૦ કિલોના રૂ. ૬.૫૧ લાખનો વાયર પીજીવીસીએલમા જમા કરાવવાનો બાકી હતો. તે એલ્યુમિનિયમનો વાયર તેઓના ગોરૈયા ગામે જ રહેતાં ફઈના દિકરા ગોવિંદભાઈ ઘાંઘળના મકાન બાજુ આવેલ ખુલ્લા પ્લોટમા રાખી તેને ધ્યાન રાખવાનુ કહ્યું હતુ.


ત્યારબાદ ગઈ તા. ૧૦ ના સવારના સમયે તેઓ ધરે હતાં દરમિયાન ફઇના દિકરા ગોવિંદભાઈનો ફોન આવ્યો હતો કે, ગઈ રાત્રી બારેક વાગ્યાની આસપાસ હું બાથરૂમ કરવા ગયો હતો ત્યારે ઘરની બાજુમા રાખેલ તમારો એલ્યુમિનિયમનો વાયરના ઘુચળાઓ ત્યા જ પડયા હતાં. પરંતુ સવારમા મારા પિતા બાર જવા ગયેલ અને આવીને કહેલ કે, દેવાયતભાઈ ખાંભલાનો એલ્યુમિનિયમનો વાયર ઘુચળાઓ આપણા ઘરની બાજુમા પડેલ હતા તે જોવા મળતા નથી, જેથી ઘરની બહાર જઈને જોતા એલ્યુમિનિયમનો વાયરના ઘુચળાઓ જોયા ન હતા.


જેથી ફરીયાદી તુરંતજ ત્યા ગોવિંદભાઈ ઘાંઘળના ઘરે ગયેલ અને જોએલ તો એલ્યુમિનિયમનો વાયર જોવા મળ્યા ન હતાં, આ એલ્યુમિનિયમનો વાયરના ઘુચળાઓ રૂ.૬.૫૧ લાખનો મુદામાલ કોઇ અજાણ્યા ચોર ચોરી કરી નાસી છૂટતાં ફરીયાદ નોંધાવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application