ચાઇનીઝ અબજોપતિ અને ગેમિંગ ઉદ્યોગપતિ શૂ બો દ્વારા અમેરિકામાં ચલાવવામાં આવી રહેલા એક વિવાદાસ્પદ સરોગેસી નેટવર્કનો ખુલાસો થયો છે. લોસ એન્જલસમાં બનેલી આ ઘટનામાં 'જૂડી' (બદલેલું નામ) નામની સરોગેટ માતાએ ગંભીર સવાલો ઉઠાવ્યા છે. પરિવાર અને સાત વર્ષની પુત્રીની આર્થિક સ્થિતિ સુધારવા માટે તેણે ઇન્સ્ટાગ્રામ પર ૧.૧૪ કરોડ રૂપિયા સુધીના ચુકવણીવાળી સરોગેસી જાહેરાત જોઈ હતી અને તે માટે સંમત થઈ હતી.
શરૂઆતમાં જૂડીને એમ જણાવવામાં આવ્યું હતું કે તે એક એવા સિંગલ પિતા માટે બાળક પેદા કરી રહી છે જે મોટો પરિવાર ઇચ્છે છે. પરંતુ બાદમાં તેને ખબર પડી કે આ પિતા ૨૦થી વધુ મહિલાઓના સંપર્કમાં છે. ચીનના ૪૮ વર્ષીય ગેમિંગ કારોબારી શૂ બો પર ૧૦૦ થી ૩૦૦ સુધીના બાળકો પેદા કરાવવા માટેનું એક મોટું સરોગેસી નેટવર્ક ઊભું કરવાનો ગંભીર આરોપ છે. શૂ બોની કથિત ઈચ્છા ઓછામાં ઓછા ૫૦ 'ઉચ્ચ ગુણવત્તાવાળા પુત્રો'નો વંશ ઊભો કરવાની છે.
આ મામલો ત્યારે વધુ પ્રકાશમાં આવ્યો જ્યારે ૨૦૨૩માં કેલિફોર્નિયાની અદાલતમાં શૂ બોએ ચારથી લઈને આઠથી વધુ જન્મેલા બાળકો માટે કાનૂની અધિકારો માંગ્યા હતા. સુનાવણી દરમિયાન તેમણે પોતે સ્વીકાર્યું હતું કે પોતાની અત્યંત વ્યસ્ત જીવનશૈલી અને નૈની (કેરટેકર) પાસે રહેવાના કારણે તેઓ કેટલાક બાળકોને આજદિન સુધી મળ્યા પણ નથી. અદાલતે તેમની આ અજીબોગરીબ પિતૃત્વ સંબંધિત અરજી ફગાવી દીધી હતી. જૂડીનું કહેવું છે કે સરોગેટ મધરને એ જાણવાનો પૂરો અધિકાર હોવો જોઈએ કે બાળકના વાસ્તવિક પિતા કોણ છે અને તે ભવિષ્યમાં કેટલા બાળકો પેદા કરવાની યોજના ધરાવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application