સ્ટેટ મોનિટરિંગસેલ જે શહેર કે જિલ્લામાં દરોડા પાડી કોલેટી કેસ કરે તે શહેર જિલ્લા કે તાલુકાના જવાબદાર થાણા અધિકારી ની સામે બેદરકારી ગણી કા તો બદલીઓ કરવામાં આવે અથવા તો સસ્પેન્ડ કરી દેવાતા હોય છે આવી જ વધુ એક ઘટના અમરેલી જિલ્લામાં તાજેતરમાં એસએમસીએ બાબરાના ગળકોટડી અને ખાંભાના નાની વિસાવદરમાં દારૂ અંગેના બેદરોડા બાદ રેંજ આઈજી અને જિલ્લા એસપી દ્વારા તાત્કાલિક એલસીબી પીઆઇ સહિત પાંચ અધિકારીઓની આંતરિક બદલીના આદેશ કરતા ચકચાર મચી જવા પામી છે.
પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ ભાવનગર જીલ્લા રેન્જ આઈ ગૌતમ પરમાર ની સૂચના થી અમરેલી જિલ્લા એસપી સંજય ખરાત દ્વારા જિલ્લાની મહત્વની ગણાતી એલસીબી બ્રાન્ચના પીઆઇ સહિત ચાર પીઆઇ તેમજ એક પીએસઆઇ ની આંતરિક બદલી ના આદેશ કરતા પોલીસ બેડામાં ચર્ચાનો વિષય બની ગયો છે.
આ બદલીમાં એસપીની નજીકની ગણાતી એલસીબી બ્રાન્ચના પીઆઇ વી એમ કોલાદરા અને એલસીબી માંથી બદલી કરી રાજુલા મૂકી દેવામાં આવ્યા છે તેમના સ્થાને રાજુલાના પીઆઇ એડી ચાવડા ને એલસીબી માં નિમણૂક આપવામાં આવી છે.
આ ઉપરાંત મહત્વની ગણાતી એસઓજી બ્રાન્ચમાં રેન્જ આઈ જી ના વિશ્વાસુ ગણાતા ફોજદાર આર જી ચૌહાણને બાબરા થી બદલી કરી મહત્વની ગણાતી એસોજી બ્રાન્ચમાં મૂકવામાં આવ્યા છે તેમજ સાયબર સેલના પીઆઇ કેવી ચુડાસમા ને ખાંભા તેમજ એ એચ.ટી.યુ ના પીઆઇ કે એલ ખટાણા ને સાઇબર માં બદલી કરવામાં આવી છે.
કાંટાળા તાજ સમાન ગણાતા બાબરામાં કેમ કોઈ ન મુકાયા?
અમરેલી જિલ્લામાં રાજુલા તેમજ બાબરા પોલીસ મથક માટે અધિકારીઓ અને કર્મચારીઓ પડા પડી કરતા હોય છે પરંતુ હાલના સંજોગોમાં બાબરા પોલીસ મથક કાંટાળા તાજ જેવું સાબિત થઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે કારણ કે અમરેલી જિલ્લામાં પાંચ અધિકારીઓ ની આંતરિક બદલી કરવામાં આવી પરંતુ બાબરા પોલીસ મથક માં એક પણ પીઆઇ ને પોસ્ટિંગ આપવામાં ન આવતા પોલીસ બેડામાં ચર્ચાએ જોર પકડ્યું છે કે બાબરા રેન્જ આઈ.જી ના કોઈ નજીક ના અધિકારી મુકાશે કે એસપીના એવા સવાલો ખડા થયા છે.