બાબરા તાલુકાના સુખપર ગામે તા.૪૧૦૨૦૨૫ના રોજ બપોરે હીરાના કારખાનામાં ટીફીન ખોલી જમવા બેસેલે ત્યારે સુખપર ગામના ભરત વસ્તાભાઈ, સાગર વસ્તાભાઈ અને સંજય વસ્તાભાઈએ ફરિયાદી મનસુખ જગદીશ સાકળીયાને પાવડાના હાથા અને લાકડી વડે હાથ પગ અને વાસાના ભાગે આડેધડ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી ફરિયાદીને બાબરા સરકારી દવાખાનેથી અમરેલી સરકારી દવાખાને રીફર કરેલ અને ત્યારબાદ વધુ સારવાર માટે ભાવનગર દવાખાને સારવાર અર્થે રીફર કરેલ અને વાસ્તમાં તથા બેઠકના ભાગે મુંઢ ઈજા કરી તથા જમણા હાથ તથા પગમાં મારતા બંને ભાંગી ગયેલ હોય, જમણા પગે ગોઠણ નીચેનું હાડકું ભાંગી ગયેલ હોય અને પ્લેટ નાખી ઓપરેશન કરવું પડેલ હોય અને જમણા હાથે ફ્રેકચર કરેલ હોય તે મુજબની બાબરા પોલીસ સ્ટેશનમાં બી.એન.એસ. કલમ ૧૧૫(૨),૧૧૭(૨),૧૧૮(૨),૩૫૧(૩),૩૫૨,૫૪ તથા જી.પી.એકટ કલમ ૧૩૫ અન્વયેથી ફરિયાદીએ ફરિયાદ આપેલ. જે ફરિયાદના અનુસંધાને બાબરા પોલીસે ત્રણેય આરોપીની ધોરણસર અટક કરી જેલ હવાલે કર્યા હતા.
જેલમાંથી મુખ્ય આરોપીઓ ભરત વસ્તાભાઈ, સાગર વસ્તાભાઈ અને સંજય વસ્તાભાઈએ પોતાના વકીલ રિષીભાઈ પ્રમોદભાઈ પારેલીયા મારફત અમરેલી નામદાર ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરેલ હતી. જે જામીન અરજી ચાલી જતા ફરિયાદીપક્ષ દ્રારા આરોપીને જામીન ઉપર જ છોડવાની વિગતવાર દલીલો કરેલી હતી અને તપાસ કરનાર અધિકારીએ પણ પોતાનું સોગંદનામું રજુ કરી આરોપીને જામીન ઉપર જ છોડવા રજૂઆત કરલી હતી,અને આરોપી અરજદાર તરફે બાબરાના યુવા એડવોકેટ રિષી પ્રમોદભાઈ પારેલીયાએ વિગતવાર દલીલો કરી અરજદાર આરોપીને જામીન ઉપર મુકત કરવા દલીલો કરેલી. અમરેલી સેસન્શ કોર્ટ દ્રારા એડવોકેટ રિષી પારેલીયાની ધારદાર દલીલો અને કેસના સંજોગો ધ્યાને લઈને આરોપી ભરત વસ્તાભાઈ, સાગર વસ્તાભાઈ અને સંજય વસ્તાભાઈને ચાર્જશીટ પહેલા રેગ્યુલર જામીન ઉપર મુકત કરેલ છે. આમ આરોપી ભરત વસ્તાભાઈ, સાગર વસ્તાભાઈ અને સંજય વસ્તાભાઈ વતી એડવોકેટ રિષી પ્રમોભાઈ પારેલીયા, હરેશ આર.મેવાડા, વિશાલ પારેલીયા અને દિવ્યરાજસિંહ રાણા રોકાયેલા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application