BREAKING NEWS

તું મોદીની સભામાં આવતો નથી, કેજરીવાલની સભા જા છો... કહી ગાળાગાળી કરતા રેકોર્ડિંગ વાયરલ

  • November 03, 2025 12:24 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ચૂંટણીના મન દુઃખમાં માથાકૂટ થયાનું અનેક વખતે સામે આવ્યું છે પરંતુ હવે રાજકીય પક્ષની સભામાં જવા બાબતે પણ ફોનમાં ધમકી આપવામાં આવી હોવાનો બનાવ સામે આવ્યો છે. અમરેલીના લાલાવદરના યુવક સુરેન્દ્રનગર ખાતે આપની સભામાં ગયા હતા તેનું મન દુઃખ રાખી અમરેલી તાલુકા ભાજપ પ્રમુખ ચેતન ધાનાણીએ ફોન કરી ગાળો ભાંડી જ્ઞાતિ પ્રત્યે અપશબ્દો કહી ટાંટિયા ભાંગી નાખવાની ધમકી આપતા મામલો પોલીસમાં પહોંચ્યો છે.

બનાવની પ્રાપ્ત વિગત મુજબ લાલાવદર ગામે રહેતા અને કારખાનામાં હીરા ઘસવાનું કામ કરતા મહેશભાઈ ઉર્ફે જિગાભાઇ ભાનુભાઇ માધડ (ઉ.વ.37)ના ગત તા.31ના સવારે ગામના માણસોને લઈને સુરેન્દ્રનગરના સુદામડા ખાતે આમ આદમી પાર્ટીની સભામાં ગયા હતા ત્યાંથી પરત ફરતી વખતે ગામમાં રહેતા અમરેલી તાલુકા ભાજપના ચેતન ધાનાણીએ ફોન કરી ક્યાં છો પૂછતાં મહેશભાઈએ ચોટીલા સભામાં ગયા હતા પાછા આવતા હોવાની વાત કરતા ચેતન ધાનાણી ઉશ્કેરાઈ ફોન રમેશભાઈ ધામેલિયાને આપો કહેતા ફોન સ્પીકરમાં રાખી રમેશભાઈને આપ્યો હતો. ફોનમાં ચેતન ધાનાણીએ બેફામ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી તમે ક્યાં પહોંચ્યા છોવ, હું તમારી લાલાવદર બસ સ્ટેન્ડમાં રાહ જોઉં છું, આજે તમારા ટાંટિયા ભાંગી નાખવા છે, તું જે અનુસૂચિત જાતિના લોકોને લઇ ગયો છો એ બધાના મકાન લઇ લેવા છે, બધાની નોટિસ સવારે તૈયાર છે. આ ધમકીથી બિલ લાગતા રમેશભાઈ રસ્તામાં ઉતરી ગયા હતા. જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી ધમકી આપવા સબબ તાલુકા ભાજપના આગેવાન સામે અંતે અમરેલી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવતા એટ્રોસિટી સહિતની કલમ હેઠળ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application