રાજકોટમાં જૂની કલેકટર કચેરી ફરજ બજાવતા નાયબ મામલતદારને એજન્ટ ફોન કરી મારા કામ તો કરવા જ પડશે કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે અંગે પડધરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
પડધરી તાલુકાના વચલી ઘોડી ગામે રહેતા મહિપતસિંહ સુખદેવસિંહ જાડેજા (ઉ.વ 34) દ્વારા પડધરી પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે મહેશ ભુપતભાઈ મહિપાલનું નામ આપ્યું છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓ રાજકોટ જૂની કલેકટર ઓફિસ ખાતે નાયબ મામલતદાર ઝોનલ-1 ઓફિસર તરીકે છેલ્લા દોઢેક મહિનાથી ફરજ બજાવે છે.
ગઈ તા. 7/6/2025 ના બીજો શનિવાર હોય જેથી ઓફિસે રજા હોવાથી તેઓ પોતાના ગામે હતા ત્યારે બપોરના સમયે તેમને અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો હતો અને કહ્યું હતું કે કોણ બોલે? ક્યાંથી બોલે છે તારું નામ શું છે અને ક્યાં રહે છે? તેવું પૂછવા લાગ્યો હતો જેથી ફરિયાદીએ તેને પૂછ્યું હતું કે તમે કોણ બોલો છો જેથી આ શખસે કહ્યું હતું કે હું મહેશ ભુપતભાઈ મહિપાલ બોલું છું અને તું અહીં રાજકોટ ઝોનલ ઓફિસર તરીકે આવ્યો છો અને મારા કામ નથી કરતો અને તું આવ્યા પછી રાજકોટ ગ્રામ્ય પ્રાંત સાહેબ અને જૂની કલેકટર ઓફિસના કમ્પાઉન્ડમાં બેસવા દેતો નથી. તું કેટલું ભણેલો છો હું આઠ પાસ છું અને તને ભવિષ્યમાં સમજાય જશે કે આઠ પાસ એટલે શું તેવી વાતો કરવા લાગ્યો હતો. જેથી ફરિયાદીએ કહ્યું હતું કે તમે મને ઉશ્કેરવાનો પ્રયત્ન કરો છો આમ કેમ વાત કરો છો અને આ શખસે ગાળો ભાંડી વાત કરતા ફરિયાદીએ ફોન કાપી નાખ્યો હતો અને આ નંબર બ્લોક કરી દીધો હતો.
થોડીવાર બાદ નંબર ફરી અનલોક કરતા પરિવાર ફોન આવ્યો હતો અને આ શખસ બોલાચાલી કરવા લાગ્યો હતો. ત્યારબાદ આ બંને નંબર પરથી અવારનવાર ફરિયાદીને ફોન કરી મારી નાખવાની ધમકીઓ આપી હતી. જેથી ફરિયાદી એ તેના ફોન રેકોર્ડ કરવાનું ચાલુ કર્યું હતું. આ શખસે કહ્યું હતું કે હું તો ત્યાં કમ્પાઉન્ડમાં જ બેસવાનો છું જે થાય તે કરી લેજો તારા જેવા કેટલાય જુનલ ઓફિસર આવીને જતા રહ્યા અને કહ્યું હતું કે, મારા કામ કરવા પડશે મારી સાથે સંબંધ રાખી કામ કરવું પડશે તેવી વાતો કરી હતી. આ બાબતે નાયબ મામલતદારે અન્ય કર્મચારી સાથે વાત કર્યા બાદ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદમાં ના.મામલદારે તેમણે જણાવ્યું હતું કે રાજકોટ જૂની કલેકટર ઓફિસ ખાતે ઘણા બધા એજન્ટો થયા કમ્પાઉન્ડમાં બેસી ગરીબ અને અશિક્ષિત લોકો પાસેથી કામ કરાવી આપવાની લાલચ આપી પૈસા લેતા હોય જેથી તેમજ અરજદારોને ભડકાવી તંત્ર વિરુદ્ધમાં કામ કરાવતા હોય જે બાબતે ફરિયાદી આ બધાને ખોટા કામ કરવાની ના પાડતા એજન્ટ મહેશ ભુપત મહીપાલે તેમને ફોન કરી ગાળો આપી ધમકીઓ આપી હતી. જે અંગે નાયબ મામલતદારની ફરિયાદ પરથી પડધરી પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકેવડાવાડીમાં ધોળા દિવસે સોની વેપારીના ઘરમાં ચોરી કરનાર મુંબઇનો શખસ ઝડપાયો
June 16, 2025 03:16 PMમારી ગાડીના કાચ તમારા સમાજના લોકોએ જ તોડ્યા, કહી યુવાનને હડધૂત કરી ધમકી
June 16, 2025 03:13 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech