BREAKING NEWS

કાલે ચિત્રનગરી દ્રારા ઇકો ફ્રેન્ડલી વર્કશોપ, માટીમાંથી શીખો ગણેશની મૂર્તિ બનાવતા

  • September 12, 2026 03:33 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પાંચ લકી વિજેતાઓને ફ્રી ગિટ કુપન આપશે, મૂર્તિ બનાવવા માટે તમામ સામગ્રી આયોજકો દ્રારા આપવામાં આવશે


પર્યાવરણ જાગૃતિ સાથે ગણેશોત્સવની ઉજવણીને પ્રોત્સાહન આપવા માટે ચિત્રનગરી અને અનંતજી વડનગરા નાગર બોડિગ ટ્રસ્ટના સંયુકત ઉપક્રમે ઇકો ફ્રેન્ડલી માટીથી ગણેશ બનાવતા શીખો વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે.આ વર્કશોપનું આયોજન આવતીકાલ ૧૩ સપ્ટેમ્બર, રવિવારના રોજ સવારે નવ વાગ્યાથી બપોરે એક વાગ્યા સુધી કરવામાં આવશે. ચિત્રનગરીના કલાકાર શિલાબેન રાઠોડના માર્ગદર્શન હેઠળ માટીમાંથી પર્યાવરણને અનુકૂળ ગણેશજીની મૂર્તિ બનાવતા શીખવવામાં આવશે. વર્કશોપ નાગર બોડિગ, વિરાણી સ્કૂલની સામે, ડોમિનોઝ પિઝાની પાછળ ખાતે રાખવામાં આવ્યું છે. વર્કશોપમાં ભાગ લેવા માટે અગાઉથી માત્ર વોટસએપ મારફતે રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. વર્કશોપમાં મૂર્તિ બનાવવા માટે જરી સામગ્રી પણ આપવામાં આવશે અને સહભાગીઓ દ્રારા બનાવવામાં આવેલી મૂર્તિ તેઓ પોતાના ઘરે લઈ જઈ શકશે. આ ઉપરાંત વર્કશોપમાં ભાગ લેનાર પૈકી પાંચ વિજેતાઓને ૯૨.૭ બિગ એફએમ તરફથી ફ્રી ગિટ કૂપન આપવામાં આવશે. આયોજકો દ્રારા વધુમાં વધુ લોકોને જોડાઈને ચાલો ધરતીને સ્વચ્છ અને સુંદર બનાવીએના સંદેશને સાકાર કરવાની અપીલ કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application