ડ્રગ્સની હેરાફેરી માટે અનૂકૂળ વિસ્તારમાં લોલંલોલ: તંત્રથી કોને ફાયદો...?
વડોદરામાં હરણી દુર્ઘટના પછી સરકાર દ્વારા રાજ્યભરમાં બોટીંગ માટે વચગાળાની માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે પરંતુ ઓખામાં તેનાં પાલન વગર બોટીંગ ચાલુ કરવા માટે બોટ માલિકો અને આ ધંધાનાં નફા સાથે સંકળાયેલા પહોંચેલા વગ વાળા લોકો ધમપછાડા કરી રહ્યા છે.
આવનાર દિવસોમાં સરકાર દ્વારા પ્રવાસનને વેગ આપવા ડોલ્ફીન દર્શનનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવનાર છે પરંતુ ઓફ ધ રેકોર્ડ તો આ પ્રોજેક્ટ ઘણા સમયથી ધમધમે છે. બોટવાળા યાત્રિકોને ડોલ્ફીન દર્શન કરાવવા માટે પ્રતિબંધિત હાર્બર વિસ્તાર સુધી લઇ જતા હોવાની રાવ છે.
ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા જ હાર્બર વિસ્તારમાં એક બોટ ફસાઇ જતા દોડધામ મચી ગઇ હતી પરંતુ સદનસીબે મોટી દુર્ઘટના ટળી ગઇ હતી.
માર્ગદર્શિકાનાં પાલનમાં લોલંલોલ ચલાવી લેવાય અને ફરીથી બોટીંગ ચાલુ થાય એ માટે કેટલાક સંબંધિતો યેનકેન પ્રકારે સક્રીય હોવાનું સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.
એ પણ ઉલ્લેખનીય છે કે ઓખાની દરીયાઇ પટ્ટી ડ્રગ્સની હેરાફેરી માટે પણ અનુકૂળ છે અને ભૂતકાળમાં ડ્રગ્સ ઝડપાયા સહિતની ઘટનાઓ બની પણ સામે આવી છે ત્યારે અહીં રાષ્ટ્રીય સુરક્ષાનો મુદ્દો પણ છે.
ડોલ્ફિન અને ટુર પેકેજની ક્યાંય નોંધ નથી...
સુરક્ષાની દ્રષ્ટિએ અતી સંવેદનશીલ વિસ્તારોમાં ડોલ્ફિન દશઁન અને ટુર પેકેજમાં આવતા પયઁટકોની કેટલી સંખ્યામાં જાય છે તેની સંબંધિત કોય તંત્ર પાસે નોંધ કરવામાં આવતી ના હોવાનુ પણ ધ્યાને આવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતની પાકિસ્તાનને વૈશ્વિક એજન્સીઓ પાસેથી મળવાપાત્ર ભંડોળ રોકવાની યોજના
May 03, 2025 11:13 AMજામનગરમાં ૫૦ કિ.મી.ની ઝડપે પવન ફુંકાતા ગરમીથી રાહત: તાપમાન ૩૮
May 03, 2025 11:10 AMજામનગરમાં કારખાનાની સેફટી ટેન્કની સફાઇ દરમ્યાન ગેસ ગળતર: શ્રમીક બેભાન
May 03, 2025 11:09 AMએઆઈ કેન્સર ડીટેકશનમાં પણ ઉપયોગી: ૫૦ લાખ લોકોમાં ફેફસાના કેન્સરનું નિદાન કર્યું
May 03, 2025 11:01 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech