દિલ્હી પંજાબ હરિયાણા સહિત દેશના અનેક રાજ્યોમાં તોફાની પવન અને મેઘગર્જના સાથે વરસેલા વરસાદે તબાહી સર્જ્યા બાદ હવે આજથી ગુજરાતમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. આજે કચ્છ બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં વરસાદ માટેની ચેતવણી આપવામાં આવી છે. આવતીકાલે આ વિસ્તારો ઉપરાંત પાટણ, મહેસાણા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં પણ વરસાદ માટે આગાહી કરવામાં આવી છે. રાજકોટમાં મંગળવારે માવઠું થાય તેવી શક્યતા છે. આ ઉપરાંત જામનગર, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દ્વારકા, બોટાદ અને કચ્છ જિલ્લામાં પણ રવિવારે તોફાની પવન સાથે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.
આગામી તારીખ આઠ સુધી વરસાદની શક્યતા
હવામાન ખાતાના જણાવ્યા મુજબ, આજથી આગામી તારીખ આઠ સુધી વરસાદની શક્યતા છે. દરિયામાં ઊભી થયેલી સિસ્ટમના કારણે ગુજરાત મહારાષ્ટ્ર અને ગોવામાં પ્રતિ કલાકના 55 કીલોમીટરની આસપાસ પવન ફૂંકાઈ રહ્યો છે.
ગુજરાતમાં કાળઝાળ ગરમીનો રાઉન્ડ પૂરો
વરસાદી માહોલના કારણે ગુજરાતમાં કાળઝાળ ગરમીનો રાઉન્ડ પૂરો થયો છે. આજથી રાજ્યના મોટાભાગના સેન્ટરમાં મહત્તમ તાપમાન 40 થી 42 ડિગ્રી આસપાસ રહ્યું છે. આગામી દિવસોમાં હજુ પણ તેમાં ઘટાડો થશે અને મહત્તમ તાપમાનનો પારો નીચે ઉતરશે. બદલાયેલા વાતાવરણની અસરના ભાગરૂપે આજે અમદાવાદ, વડોદરા અને સુરતમાં આકાશમાં ભેજવાળા વાદળો જોવા મળ્યા હતા.
મોટાભાગના રાજ્યોમાં ગરમીનું પ્રમાણ ઘટ્યું
ગુજરાત દેશના મોટાભાગના રાજ્યોમાં ગરમીનું પ્રમાણ ઘટ્યું છે અને વરસાદી માહોલ બરાબરનો જામ્યો છે. પંજાબ, રાજસ્થાન, કેરલા, ઓડીસા, આંધ્રપ્રદેશ, કર્ણાટક, બંગાળ, ઝારખંડ, મધ્ય પ્રદેશ વિદર્ભ છત્તીસગઢ, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, જમ્મુ કશ્મીર, લદાખ, હરિયાણા, ચંદીગઢ, આસામ, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, અરુણાચલ સહિત મોટાભાગના રાજ્યોમાં વરસાદ પડી રહ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં 18 IAS અધિકારીઓની બદલીઓ અને નવી નિમણૂંકો
May 03, 2025 10:29 PMચેન્નઈથી ભાગવાની ફિરાકમાં હતા પહલગામ હુમલાના આરોપીઓ, કોલંબો એરપોર્ટ પર વિમાનની તપાસ
May 03, 2025 07:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech