જામનગર : આણંદાબાવા સેવા સંસ્થા દ્વારા મહંત પૂ. દેવપ્રસાદજીના હસ્તે વિશ્રામ ગૃહનું ઉદઘાટન
જામનગર : આણંદાબાવા સેવા સંસ્થા દ્વારા મહંત પૂ. દેવપ્રસાદજીના હસ્તે વિશ્રામ ગૃહનું ઉદઘાટન
January 01, 2026 05:43 PM
જામનગરમાં આણંદાબાવા સેવા સંચાલીત સર્કલમાં આજે માતુ કુમુદબેન રમણીકલાલ કોટેચા વિશ્રામ ગૃહનું મહંત પૂ. દેવપ્રસાદજી મહારાજના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યુ હતું.
આ કાર્યક્રમમાં મેયર વિનોદ ખીમસુર્યા, ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, ચેરમેન નિલેશ કગથરા, નેતા આશિષ જોશી, ગુજરાત લોહાણા સમાજના પ્રમુખ જીતુભાઇ લાલ, ડો. કે.એમ. આચાર્ય, દાતા પરિવારના સભ્યો હાજર રહયા હતા, આ તકે મહંત પૂ. દેવપ્રસાદજી મહારાજે જીતુભાઇ લાઇનું સાલ ઓઢાડી મોમેન્ટ આપીને સ્વાગત કર્યુ હતું.
વૃઘ્ધ માતાઓના જીવનમાં સ્નેહ અને માનવતભર્યો સહારો પહોંચે એ હેતુથી વિશ્રામગૃહ સંસ્થાના સેવાભાવનું પવિત્ર પ્રતીક બની રહેશે જયાં દરેક માતાનું સ્મીત જ અમારી સાચી પુણ્ય પ્રાપ્તી ગણાશે આ પ્રસંગે મહંત દેવપ્રસાદજી મહારાજે આશીર્વચન પાઠવ્યા હતા.