BREAKING NEWS

ખોડલધામમાંથી રાજકીય ક્ષેત્રમાં નહીં, રાજકીય પક્ષોના લોકો ખોડલધામમાં સભ્યો બનવા આવે છેઃ અનાર પટેલ

  • January 21, 2026 06:21 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખોડલધામ સંગઠનના અધ્યક્ષ બન્યા બાદ અનાર પટેલની રાજકોટમાં પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, મને સંગઠનની જવાબદારી મને મળી છે. અમે નરેશ પટેલના નેજા હેઠળ કામ કરીશું. આ હોદ્દાને રાજકારણ સાથે ન જોડવી જોઇએ હું બધાને આ જ વિનંતી કરું છું. હું સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલી છું, જ્યારે જ્યારે કોઈ પદ મળ્યું એ સેવા માટે મળ્યું છે અને મેં મારી રાજકીય પ્રોફાઇલ બનાવી નથી. મીડિયા મને ટીકિટ આપે છે મેં કોઈ દિવસ માંગી જ નથી. ખોડલધામમાંથી રાજકીયમાં નહીં પણ રાજકીય પક્ષમાં રહેલા લોકો ખોડલધામમાં આવીને સભ્યો બને છે. મારો ઉદ્દેશ ખોડલધામ થકી સેવાનો છે.


સમાજ માટે મને હોદ્દો મળ્યો છે

અનાર પટેલે વધુમાં જણાવ્યું હતું કે, વર્ષો પછી આવડો મોટો કાર્યક્રમ આપણે કરી રહ્યા છીએ. અમે છેલ્લા 8 મહિનાથી બધા જિલ્લામાં ફરી રહ્યા છીએ અને લાગણીઓ સમજવાનો અમે પ્રયાસ કરી રહ્યા છીએ. જવાબદારી બદલતી રહેશે અને આપણે નવા લોકોને સાથે આગળ લાવીશું. આ સમાજ છે પક્ષ નથી માટે બધાએ આપણા પોતાના સમાજ માટે કામ કરવાનું છે. સમાજ માટે મને હોદ્દો મળ્યો છે, અહીંયા બધું આપવાનું છે કશું લેવા માટે નથી. સમાજને કઇંક પાછું આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ભક્તિ સાથે એક્તાની શક્તિનું સૂત્ર છે જ્યાં ભક્તિ હોય ત્યાં મન ચોખ્ખું હોવું જોઈએ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application