બીએલઓના પ્રશ્ર્નોનું નિરાકરણ ન આવે ત્યાં સુધી કામગીરીના બહિષ્કારનું અપાયેલું એલાન
બીએલઓના પ્રશ્ર્નોનું નિરાકરણ ન આવે ત્યાં સુધી કામગીરીના બહિષ્કારનું અપાયેલું એલાન
November 22, 2025 03:10 PM
ગુજરાત રાhજય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા કર્મચારી સઘં સંકલન સમિતિએ મુખ્યમંત્રી અને મુખ્ય ચૂંટણી અધિકારીને પત્ર પાઠવી બીએલઓની કામગીરી દરમિયાન મૃત્યુ પામેલા શિક્ષકના પરિવારને એક કરોડનું વળતર આપવા સહિતની માગણીઓ કરી છે. માગણીઓ ન સ્વીકારાય ત્યાં સુધી કામગીરીના બહિષ્કારનું પણ એલાન આપ્યું છે. આવેદનપત્રમાં જણાવ્યા મુજબ હાલ સમગ્ર રાજયમાંની કામગીરી ચાલી રહેલ છે જેમાં સૌથી વધુ ગ્રાન્ટેડ શાળાના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓ જ બીએલઓ તરીકે ફરજ બજાવી રહ્યા છે. જેઓને કામગીરી ઝડપથી કરવા માટે તત્રં તરફથી ખૂબ જ દબાણ અને માનસિક ત્રાસ આપવામાં આવી રહ્યો છે જેના કારણે સાબરકાંઠા, ખેડા અને ગીરસોમનાથના શિક્ષકોને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. આજે ગીરસોમનાથ જિલ્લ ાના કોડીનાર તાલુકાના શિક્ષક અરવિંદભાઈ વાઢેર એસઆઈઆરની કામગીરીના માનસિક ત્રાસથી જીવન ટૂંકાવ્યું છે જે ખૂબ જ દુ:ખદ ઘટના છે. સમગ્ર રાજયમાં એસઆઈઆરની આનલાઈન કામગીરી ઝડપથી કરવા ગ્રાન્ટેડ શાળાના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓ ને સમય જોયા વગર રાત્રે મોડા સુધી બેસાડી રાખવામાં આવે છે, જેમાં શિક્ષિકા બહેનોને પારિવારીક જવાબદારી પણ હોય તેમ છતાં ધમકાવવામાં આવે છે. ફોર્મ ઉપરના મોબાઈલ નંબર છાપેલ હોવાના કારણે મોડી રાત્રે પણ નાગરિકો શિક્ષિકાઓને ફોન કરી અભદ્ર ભાષા પ્રયોગ કરી પરેશાન કરવાની પણ ઘટનાઓ બનેલ છે. એકસાથે સમગ્ર રાજયમાં કામગીરી થતી હોય સર્વર ધીમુ ચાલે છે. વારંવાર મીટીંગો બોલાવી સમય બગાડે છે. અન્ય કર્મચારીઓનો પુરતો સહકાર પણ મળતો નથી ઉપર દરેક અધિકારી દ્રારા માત્ર પ્રેશર જ અપાય એ યોગ્ય નથી. અમારી માંગણી છે કે, એક જ લોગીનથી આનલાઈન થાય છે તેના બદલે પહેલાની જેમ બીજા બે થી ત્રણ લોગીનનો એક્ષેસ આપવામાં આવે. અમારા કર્મચારીઓને સાંજે મોડે સુધી બેસાડી રાખવામાં ના આવે. આનલાઈન કામગીરી અન્ય કર્મચારીઓ કે જેઓ કોમ્પ્યુટર અને ટેકનોલોજીનો સારી રીતે ઉપયોગ કરી શકતા હોય તેવા અથવા આઉટ સોસિગના યુવાનો પાસે કરાવવામાં આવે. સર્વરને અપડેટ કરવામાં આવે. શિક્ષકો સાથે શિક્ષકની ગરીમા જળવાય એ રીતે વ્યવહાર કરવા માટે સૂચના આપવામાં આવે. કામગીરી માટે ઈન્સ્ટ્રુમેન્ટ અને ડેટા રીચાર્જ કરી આપવામાં આવે. શિક્ષકોને નોટીસ આપી ધમકાવવાની અને ધરપકડ કરવાની માનસિકતા છોડી તમામ નોટીસો પાછી ખેંચવામાં આવે. અમારી ઉપરોકત માંગણીઓ માટે બ ચર્ચા કરી સત્વરે નિરાકરણ કરવામાં આવશે ત્યારબાદ જ કામગીરી શ કરવામાં આવશે અથવા આ કામગીરીનો બહિષ્કાર કરવામાં આવશે જે ધ્યાને લઈ યોગ્ય ઘટતું કરવા નમ્ર વિનંતી છે.