BREAKING NEWS

રાજકોટ શહેર ભાજપના હોદ્દેદારોના નામની જાહેરાત હવે સોમ અથવા મંગળવારે જ થશે

  • January 31, 2026 03:47 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ શહેર ભાજપ સંગઠનના હોદ્દેદારોના નામની જાહેરાત એકાદ બે દિવસમાં થઇ જશે તેવી વાત ચર્ચામાં હતી પરંતુ આવતીકાલે રજૂ થનારા કેન્દ્રીય બજેટને જન જન સુધી પહોંચાડવા માટે પક્ષ દ્વારા રાજકોટ શહેરમાં ૧૫થી વધુ કાર્યક્રમો જાહેર કરવામાં આવતા હવે સંગઠન માળખાની ચર્ચા માટે પ્રમુખ માધવભાઇ દવે આજે ગાંધીનગર જઇ શક્યા નથી. તેઓ બજેટના કાર્યક્રમો પૂર્ણ થયા બાદ સોમવારે ગાંધીનગર જવા રવાના થશે તેમ જાણવા મળે છે.

વિશેષમાં સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ હાલ સુધી જેટલા શહેર અને જિલ્લાના માળખાની જાહેરાત કરાઇ તેમાં જે દિવસે પ્રમુખ સાથે અંતિમ પરામર્શ બેઠક થાય તે દિવસે રાત્રે અથવા તો બીજા દિવસે સંગઠન માળખાની જાહેરાત કરવામાં આવે છે. જો રાજકોટ શહેર મુદ્દે સોમવારે મિટિંગ થઇ જશે તો સોમવારે રાત્રે અથવા તો મંગળવારે રાજકોટના હોદ્દેદારોના નામની સત્તાવાર જાહેરાત થઇ જશે તેમ જાણવા મળે છે.



રાજકોટ કમલમમાં લાઇવ પ્રસારણ થશે

રાજકોટ શહેર ભાજપ કાર્યાલય કમલમ ખાતે આવતીકાલે કેન્દ્રીય બજેટનું કાર્યાલય સ્થિત ઓડિટોરિયમ ખાતે વિશાળ સ્ક્રીન ઉપર લાઇવ પ્રસારણ નિહાળવામાં આવશે. આ કાર્યક્રમ માટે તમામ શ્રેણીના અપેક્ષિત હોદેદારો અને કાર્યકરોને આમંત્રિત કરાયા છે. આ ઉપરાંત બજેટને લોકો સુધી પહોંચાડવા જેમાં ખાસ કરીને અમેરિકન ટેરિફ સામે ભારતીય વ્યાપાર ઉદ્યોગને રક્ષણ આપવા કરેલી બજેટ જોગવાઈઓ લોકો સુધી પહોંચાડવા કુલ ૧૫ કાર્યક્રમો યોજાશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application