BREAKING NEWS

જામનગર : જાયન્ટસ વેલ્ફર ફાઉન્ડેશનનું વાર્ષિક અધિવેશન યોજાયુ

  • November 08, 2025 11:09 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જાયન્ટસ વેલ્ફર ફાઉન્ડેશન ૩બી ના પ્રમુખ મુકેશભાઇ પાઠકના અઘ્યક્ષ સ્થાને ડેપ્યુટી વર્લ્ડ ચેરમેન નુરુદિન સેવવાલા, સેન્ટ્રલ કમિટી મેમ્બર રાજેશભાઇ દેસાઇ, તેજાભાઇ કાનગડ, જયેશભાઇ રાજયગુરૂની ઉપસ્થિતીમાં સીહોર ગ્રુપના યજમાન પદે જાયન્ટસ વેલ્ફર ફાઉન્ડેશનનું વાર્ષિક અધિવેશન સીહોર ખાતે ગત સપ્તાહે યોજાયુ હતુ જેમાં જામનગરના ૩ કોર્પોરેટર તથા ૬૦ થી વધુ હોદેદારો સભ્યો જામનગરના ઉપસ્થિત રહ્યા હતા આ સીવાય માંડવી, ભુજ, સુરેન્દ્રનગર, દિવ, મહુવા, બોટાદ, રાજકોટ, ભાવનગર, પાલીતાણા સહિતના શહરોના સભ્યો હોદેદારો બહોળી સંખ્યામાં પરીવારજનો સાથે ઉપસ્થિત રહ્યા હતા.


ગત ૨ નવેમ્બર રવિવારના રોજ સીહોર ખાતે જાયન્ટસ વેલ્ફર ફાઉન્ડેશનનું વાર્ષિક અધિવેશન યોજાયુ હતુ જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છના ૩૫૦થી વધુ સભ્યો અને હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા આ વાર્ષિક અધિવેશનમાં સૌરાષ્ટ્ર અને કચ્છના તમામ ગ્રુપો દ્વારા વર્ષ દરમિયાન કરવામાં આવેલા સેવાકીય કાર્યોને ફેડરેશન દ્વારા બીરદાવીને એવોર્ડ આપીને સન્માનીત કરવામાં આવ્યા હતા સમગ્ર એવોર્ડ કાર્યક્રમનું સંચાલન શાંતીભાઇ પટેલ, જગત રાવલ દ્વારા કરવામાં આવ્યુ હતુ આ અધિવેશનમાં જામનગર મહાનગરપાલિકાના નગરસેવિકા ડિમ્પલબેન રાવલ, પ્રભાબેન ગોરેચા, પ્રવિણાબેન રૂપડીયા ઉપસ્થિત રહ્યા હતા. 


ફેડરેશન પ્રમુખ મુકેશભાઇ પાઠકને શાલ ઓઢાડીને સન્માનીત કરવામાં આવ્યા હતા આ વાર્ષિક અધિવેશનમાં અન્ય આગેવાનોમાં નૈષધભાઇ મહેતા, શાંતીભાઇ પટેલ, આઇપીપી કેતનભાઇ રોજેસરા સહિતના ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સીહોર ગ્રુપના પ્રમુખ જયદતભાઇ જાની, મંત્રી સુનીલભાઇ ત્રિવેદી સહિતની ટીમ સેન્ટ્રલ કમિટી મેમ્બર રાજેશભાઇ દેસાઇના માર્ગદર્શન હેઠળ જહેમત ઉઠાવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application