BREAKING NEWS

મતદાનના 48 કલાક પહેલા બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ ઉદ્યોગપતિની હત્યા

  • February 11, 2026 11:03 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


બાંગ્લાદેશમાં આવતી કાલે 12 ફેબ્રુઆરીના રોજ ચૂંટણી યોજાવા જઈ રહી છે, પરંતુ તે પહેલાં હિન્દુઓ સામે હિંસા, હત્યાના બનાવોમાં કોઈ ઘટાડો થયો નથી. બાંગ્લાદેશની સામાન્ય ચૂંટણીના માત્ર 48 કલાક પહેલા, મૈમનસિંઘ જિલ્લાના ત્રિશાલ ઉપજિલ્લામાં વધુ એક હિન્દુ ઉદ્યોગપતિની હત્યા કરવામાં આવી હતી. મૃતકની ઓળખ 62 વર્ષીય સુશેન ચંદ્ર સરકાર તરીકે થઈ છે, જે ત્રિશાલમાં એમએસ ભાઈ-ભાઈ એન્ટરપ્રાઇઝ નામનો વ્યવસાય ચલાવતા હતા. મૃતકના પરિવારે આરોપ લગાવ્યો હતો કે બદમાશોએ ઘણા લાખ બાંગ્લાદેશી ટાકા પણ લૂંટી લીધા હતા.

પોલીસ સુત્રોએ જણાવ્યું હતું કે ઉપજિલ્લાના બોગર બજાર ચોકડી પર બદમાશોએ સુશેન ચંદ્ર સરકારની તીક્ષ્ણ હથિયારથી હત્યા કરી હતી અને દુકાનનું શટર બંધ કરીને બદમાશો નાસી ગયા હતા. આખી ઘટનાની જાણ પરિવારને થયા પછી બધા દોડી આવ્યા ત્યારે સુશેન ચંદ્ર લોહીથી લથપથ હાલતમાં પડેલો મળ્યો હતો અને તેને મૈમનસિંઘ મેડિકલ કોલેજ હોસ્પિટલમાં જવામાં આવ્યો ત્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.

મૃતકના પુત્ર સુજાન સરકારે કહ્યું, "અમારી કોઈ સાથે કોઈ દુશ્મની નહોતી. મારા પિતાની નિર્દયતાથી હત્યા કર્યા પછી, બદમાશોએ દુકાનમાંથી ઘણા લાખ રૂપિયા લૂંટી લીધા.અમારો ચોખાનો વ્યવસાય લાંબા સમયથી ચાલી રહ્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે, અમે ઘટનાસ્થળનું નિરીક્ષણ કર્યું. કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.નોંધનીય છે કે બાંગ્લાદેશમાં મુહમ્મદ યુનુસની વચગાળાની સરકાર સત્તામાં આવતાની સાથે જ, હિન્દુઓ સહિત લઘુમતીઓ વિરુદ્ધ હિંસા વધી છે, જેનાથી વિશ્વભરના લોકો અને ઘણા માનવાધિકાર સંગઠનો ગુસ્સે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application