BREAKING NEWS

જામનગર : રણજીતસાગર રોડ પુલ પર ફરી અકસ્માત : કાર ડીવાઇડરમાં ચડી

  • December 03, 2025 01:26 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



જામનગરના રણજીતસાગર રોડ દરેડના પુલ તરીકે ઓળખાતા આ સ્થળે અંધારાના કારણે અકસ્માતો અવાર નવાર સર્જાય છે, ખાસ કરીને કાર ડીવાઇડર પર ચડી જવાનો વધુ એક બનાવ સામે આવ્યો છે, માટે આ પુલ પર તંત્ર દ્વારા લાઇટની વ્યવસ્થા કરવા આ વિસ્તારના લોકોમાં માંગણી ઉઠી છે.


લાલપુર બાયપાસથી રણજીતસાગર જતા માર્ગ પર દરેડના પુલ તરીકે ઓળખાતરા આ પુલ પર ડીવાઇડર પર છેલ્લા ગણતરીના દિવસો દરમ્યાન અકસ્માતનો ચોથો બનાવ સામે આવ્યો છે, ગઇકાલે રાત્રે વધુ એક કાર ડીવાઇડર પર ચડી ગઇ હતી સદનશીબે જાનહાની ટળી હતી. આ પુલ પર લાઇટો ન હોય અંધારાના કારણે વારંવાર અકસ્માત સર્જાય છે. મહાનગરપાલીકાના તંત્રએ ડીવાઇડરની ડીઝાઇન અને લાઇટની વ્યવસ્થા કરવી જરૂરી છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application