અમીત ખૂંટ આપઘાત પ્રકરણમાં વધુ એક આરોપી ઝડપાયો: ચાર દિવસનાં રિમાન્ડ મંજૂર થયાં
અમીત ખૂંટ આપઘાત પ્રકરણમાં વધુ એક આરોપી ઝડપાયો: ચાર દિવસનાં રિમાન્ડ મંજૂર થયાં
November 01, 2025 12:14 PM
અનિદ્ધસિંહનો મુખ્ય સાગરીત હોવાનું પોલીસનું કથન રિમાન્ડમાં અનેક સ્ફોટક વિગતો બહાર આવવાનું અનુમા
રિબડાનાં ચકચારી બનેલા અમીત ખુંટ આપઘાત પ્રકરણ માં આ કેસ નાં તપાસનીસ અને હાલ જેતપુર નાં પીઆઇ એ.ડી.પરમારે વધુ એક આરોપીને જડપી લઇ ગોંડલ કોર્ટ માં રજુ કરતા કોર્ટ દ્રારા તા.૩ નવેમ્બર સુધીનાં રિમાન્ડ મંજુર કરાયા છે. પ્રા વિગત મુજબ અમીત ખુંટ આપઘાત પ્રકરણ માં એક સગીરા મારફત હનીટ્રેપમાં ફસાવી આપઘાત કરવા મજબુર કરવા અંગે મદદગારી કરનાર વધુ એક ફરાર આરોપી શબ્બીર સુલેમાનની પીઆઇ એ.ડી.પરમારે જુનાગઢનાં ચોબારી ગામેથી ધરપકડ કરી પુછપરછ હાથ ધરીછે. પીઆઇ એ.ડી.પરમારનાં જણાવ્યાં મુજબ જડપાયેલ શબ્બીર સુલેમાન અનિદ્ધસિંહ જાડેજાનો મુખ્ય સાગરીત છે. હનીટ્રેપ ની સમગ્ર ઘટનામાં શબ્બીરનો મુખ્ય રોલ છે.સગીરા સાથેનાં કોન્ટેકટથી લઈ હનીટ્રેપને અંજામ આપવાં સુધીનાં ઘટનાક્રમમાં શબ્બીર મુખ્ય કાવત્રાખોર છે. તેણે અમીત ખુંટને ફસાવવા અનિદ્ધસિંહ અને તેના પુત્ર રાજદિપસિંહ મુખ્ય હોવાની કબુલાત આપીછે. રિમાન્ડ દરમ્યાન શબ્બીર સુલેમાન ની પુછપરછ માં આ ઘટના માં અનિદ્ધસિંહ તથા તેના પુત્ર રાજદિપસિંહ ની સંડોવણી ઉપરાંત ની વિગતો બહાર આવે તેવી શકયતાઓ છે. આ પહેલા પોલીસે રાજકોટ થી અતાઉલ મણીયાર ની ધરપકડ કરી હતી.રિમાન્ડ દરમિયાન તેણે અનિદ્ધસિંહ નાં કહેવાથી અમીત ખુંટ ને હનીટ્રેપ માં ફસાવવાનું કાવત્રુ ઘડાયાની કબુલાત આપ્યા બાદ કોર્ટ માં પોલીસ નાં દબાણ થી આવુ કહ્યાનું ફેરવી તોળ્યુ હતુ. આ ચકચારી પ્રકરણ માં પોલીસે અનિદ્ધસિંહ જાડેજા,પુજા ગોર, રહીમ મકરાણી ઉપરાંત વકીલ સંજય પંડીત તથા દિનેશ પાતર ની ધરપકડ કરી હતી.યારે અન્ય આરોપી રાજદિપસિંહ જાડેજા હજુ પોલીસ પક્કડ થી દુર છે.પોલીસ હજુ સુધી તેને પકડી શકી નથી