BREAKING NEWS

જામનગરની સરકારી શાળાઓમાં છાત્રોની મૂલ્યાંકન પ્રક્રિયામાં વધુ એક જોખમી પ્રયોગ

  • October 08, 2025 04:56 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પ્રયોગશાળામાં દેડકા પર જેટલા અખતરા નહીં થયા હોય તેનાથી વધુ અખતરા ગુજરાતની સરકારી પ્રાથમિક શાળાઓમાં વર્ષોથી થતાં આવ્યા છે. જેમાંથી મોટાભાગના અખતરા ઢંગધડા વગરના છે તે તાજેતરમાં પરખ સંસ્થાએ કરેલા શિક્ષણ વિશેના રિપોર્ટ પરથી સાબિત થાય છે. શિક્ષણની સાથે પરીક્ષા અને મૂલ્યાંકન પધ્ધતિમાં પણ સાતત્યનો અભાવ જોવા મળ્યો છેે. આથી નવી પરીક્ષા અને મૂલ્યાંકન પધ્ધતિમાં સતત બદલાવ કરવા પડે છે. ત્યારે મૂલ્યાંકન પ્રક્રિયામાં વધુ એક બદલાવનો જીસીઇઆરટીએ ૬ ઓક્ટોબરના પરિપત્ર જાહેર કર્યો છે. 


નવા પરિપત્ર અનુસાર ગત વર્ષ સુધી જામનગર સહીત રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં ધો.૩ થી ૮ માં  છાત્રોનુુંં મૂલ્યાંકન ૪૦  ટકા ગુણ લેખિત પરીક્ષા, ૪૦  ટકા ગુણ ક્રિયાત્મક કસોટી અને ૨૦ ટકા ગુણ સ્વઅધ્યયનાના એ મુજબ થતું હતું.  પરંત સરકારી શાળાઓમાં સત્રાંત પરીક્ષા ટાંકણે જીસીઇઆરટીએ કરેલા પરિપત્રમાં જણાવ્યાનુસાર ત્રિમાસિક પરિક્ષાના ૪૦ ગુણને રચનાત્મક મૂલ્યાંકનના ભાગ‚પે પરિણામપત્રકમાં ગણવાની સૂચના જામનગર સહીત રાજયના તમામ જિલ્લાના શિક્ષણધિકારી અને શાસનાધિકારીને આપી છે. 


ક્રિયાત્મક કસોટીનું સતત મૂલ્યાંકન હોય છેે. જે શિક્ષકે સતત તેના શિક્ષણ કાર્ય દરમિયાન કરવાનું હોય છે. આ સત્રની શ‚આતમાં ક્રિયાત્મક કસોટીનું મૂલ્યાંકન કે જે પત્રક તરીકે ઓળખાતા પત્રક્મા કરવાનું હોય છે તે પત્રક સ્વિફ્ટ ચેટ એપ્લિકેશનમાં ઓનલાઈન કરવાની વાત હતી અને આખું સત્ર પત્રક  સ્વિફ્ટ ચેટમાં ઓનલાઈન થવાની રાહ જોતાં શિક્ષકો ને સત્રના છેલ્લા દિવસે તંત્ર દ્વારા ક્રિયાત્મક કસોટીના ગુણ ને બદલે ત્રિમાસિક પરિક્ષાના ગુણ ને પરિણામ પત્રક્મા દર્શાવવાનો આદેશ કર્યો તે પરથી એકદમ જ છેલ્લી ઘડીએ અને અનિવાર્ય બની જાય ત્યારે જ નિર્ણય લેવાની  પરંપરાથી સમગ્ર રાજ્યના શિક્ષણને માઠી અસર થઈ રહી છેે. બીજી બાજુ સતત બદલાવને કારણે શિક્ષકો સતત તણાવ અને અનિશ્ચિતતાના વાતાવરણમાં રહે છે. 


પરીક્ષા અને મૂલ્યાંકન પધ્ધતિ શિક્ષણ નું સૌથી મહત્વનુ અંગ છે એટલે તેની પધ્ધતિ વર્ષ શરૂ થતાં પહેલા જ નિયત થઈ જવું જોઈએ પણ તેનાથી સાવ વિપરીત એકદમ છેલ્લી ઘડીએ નક્કી કરી જાહેર કરવાની પ્રથા કોઈ પણ રીતે ઉચિત નહીં હોવાનુ શિક્ષણજગતના તજજ્ઞોમાં ચર્ચાઇ રહ્યું છે. ગત વર્ષે દર પંદર દિવસે ધોરણ ૩ થી ૮ માં એકમ કસોટી લેવામાં આવતી હતી પરંતુ તેની પ્રક્રિયા ખૂબ લાંબી હોવાથી તેનો વ્યાપક વિરોધ થતાં દર પંદર દિવસે શનિવારે લેવાતી પરિક્ષાના બદલે આનંદદાયી શનિવાર બેગલેસ સેટરડે કાર્યક્રમની સત્રની શ‚આતમાં  સત્ર શરૂ થયા બાદ જાહેરાત કરવામાં આવી. પરંતુ આ સમયે શિક્ષકો એકમ કસોટી ફરી આવશે કે કેમ અને નહીં આવે તો તેના બદલે શું આવશે તેની દ્વિધામાં અટવાયેલા હતા.


 આ પરિસ્થિતિમાં ૧૩ ઓગષ્ટે પરિપત્ર કરી એકમ કસોટીના વિકલ્પે ત્રિમાસિક પરીક્ષા ૧૮ થી ૩૧ ઓગષ્ટ દરમિયાન લેવા આદેશ કરેલ હતો. આમ ત્રિમાસિક પરીક્ષા નો નિર્ણય પણ છેલ્લી ઘડીએ લેવામાં આવ્યો હતો.  


એક જ શાળામાં ઉપર દર્શાવ્યા મુજબ ત્રણ એકમ હોય તેમજ ત્રણેય એકમ ની વિશેષતા અલગ અલગ હોય શિક્ષક શિક્ષક વચ્ચેના સાયુજ્ય ના પ્રશ્નો એ હદે થયા છે કે અપર પ્રાથમિક એટેલે કે ધોરણ ૬ થી ૮ ના શિક્ષકો અલગ યુનિયન બનાવવા જઈ રહ્યા છે. આ ઉપરાંત વિધાસહાયક, જ્ઞાન સહાયક, શાળામાં કામ કરતાં શિક્ષકો અને શાળા બહારના એટલે કે પ્રતિનિયુક્તિથી કામ કરતાં સીઆરસી, બીઆરસી, ઓફિસમાં કામ કરતાં, સંઘના હોદ્દેદારો, જીપીએફ વાળા અને સીપીએફ વાળા, જૂની પેન્શન વાળા અને નવી પેન્શન યોજના વાળા એવા ભેદને લીધે શાળાના ભાવવારણ ને નુકસાન થઈ રહ્યું છે.તેમાં આ રીતે છેલ્લી ઘડીના નિર્ણયો, વારંવાર બદલાવ, વહીવટી કાર્યોનું અને ઉત્સવ, ઉજવણી, ઓનલાઈન કામગીરિઓ, પરીપત્રો અને વોટ્સ એપ મારફત સૂચના અને માહિતી ની વચ્ચે વર્ગખંડનું શિક્ષણ ગૂંગળાઈ ગયું છે. બાલ દેવો ભવ અને બેટી બચાઓ જેવા નારા હવે માત્ર પ્રવચનોનો હિસ્સો બનીને રહી ગયા છે.


મૂળભૂત બાબતોમાં સતત પરિવર્તનથી શિક્ષણને ખૂબ માઠી અસર 

પહેલા ક્ષમતા આધારિત શિક્ષણ ની સૂચના હતી જ્યારે હવે અધ્યયન નિષ્પતિ આધારિત શિક્ષણ ની પધ્ધતિ અમલમાં છે. એકમ કસોટીની શરૂઆત થઈ ત્યારે દર શનિવારે એકમ કસોટી લેવામાં આવતી અને તેની પ્રક્રિયા ખૂબ લાંબી હોવાથી શિક્ષકોને વર્ગમાં ભણાવવાનો સમય નહીં મળતો હોવાની હકીકત ધ્યાને આવ્યા બાદ દર પંદર દિવસે શનિવારે એકમ કસોટી લેવાનું ગત વર્ષથી શરૂ થયેલ તેનો પણ વ્યાપક વિરોધ થતાં આ વર્ષથી ૧૩ ઓગષ્ટ એ એકમ કસોટીના વિકલ્પે ત્રિમાસિક પરીક્ષા ની પધ્ધતિ અમલમાં મૂકી છે.


 ગત વર્ષ સુધી ક્રિયાત્મક કસોટીના ૪૦ ટકાગુણભાર હતો જે અચાનક તા. ૬ ઓક્ટોબરના પરિપત્રથી ક્રિયાત્મક કસોટીના બદલે ત્રિમાસિક પરિક્ષાના ગુણ પરિણામનું અંગ બન્યું. શરૂઆતમાં ધોરણ ૩ થી ૮ માં પરીક્ષામાં ૩૫ ટકાથી ઓછા ગુણ મેળવનારને નાપાસ કરવામાં આવતા અને તેને જે તે ધોરણમાં રોકવામાં આવતા, ત્યાર બાદ ઘણા વર્ષો સુધી પ્રાથમિક શાળાઓમાં નાપાસ નહીં કરવાનો નિયમ આવ્યો અને સમયની સાથે તેની નકારાત્મક અસરો ધ્યાનમાં આવતા ધોરણ ૫ અને ધોરણ ૮ માં નાપાસ કરી શકાય તે નિયમ હાલ અમલી છે. શરૂઆતમાં ધોરણ ૧ થી ૭ નું સળંગ એક જ એકમ હતું જ્યારે હવે ધોરણ ૧ અને ૨ માટે પ્રજ્ઞા, ધોરણ ૩ થી ૫ અને ધોરણ ૬ થી ૮ એમ ત્રણ એકમ માં પ્રાથમિક શિક્ષણ વહેંચાઈ ગયું છે.તદઉપરાંત તાસ પધ્ધતિ ના કારણે શિક્ષક વિધ્યાર્થી વચ્ચે સાયુજ્યની વ્યાપક સમસ્યાઓ છે. તાસ પધ્ધતિ માધ્યમિક સ્તરે સફળ રહી છે પરંતુ પ્રાથમિક શાળા માટે તાસ પધ્ધતિ નુક્સાનકારક  હોવાનું શિક્ષણજગતના જાણકારોએ જણાવ્યું છે.  


ક્રિયાત્મક કસોટીનું પત્રક પરિણામનો ભાગ રહેશે નહીં 

છેલ્લા કેટલાક વર્ષોથી પ્રાથમિક શાળામાં અધ્યયન નિષ્પતિ એટલે કે લર્નિગ આઉટકમ મુજબ શિક્ષણ આપવાની નીતિ છે. આ મુજબ દરેક સત્રમાં વધુમાં વધુ ૨૦ અધ્યયન નિષ્પતિ શિક્ષક પસંદ કરી વર્ગ શિક્ષણ દરમિયાન જ સતત અનૌપચારિક અને ઔપચારિક મૂલ્યાંકન કરી આ મૂલ્યાંકનનો ૪૦ ટકા ગુણભાર પરિણામ પત્રકમાં દર્શાવે છે. શિક્ષકે પસંદ કરેલ અધ્યયન નિષ્પતિનું મૂલ્યાંકન પત્રકમાં નોંધવાનું હોય છે. આમ ગત વર્ષ સુધી જે પત્રક પરિણામ પત્રકનો ભાગ હતું તે પત્રક હવે પરિણામપત્રક નું અંગ નહીં રહેેશે નહીં. આખું સત્ર પૂરૂ થયું અને પરીક્ષા શરૂ થઈ તે દિવસ એટલે કેે,૬ ઓકટોબરે તંત્રએ જાહેર કર્યું. હવે અધ્યયન નિષ્પતિના પત્રકના બદલે ત્રિમાસિક પરિક્ષાના ૪૦ ગુણ પરિણામ પત્રકનું અંગ બન્યું છે. 




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application