કાજલ અગ્રવાલ અને શ્રેયસ તલપડેની આગામી ફિલ્મ 'ધ ઇન્ડિયા સ્ટોરી: સ્લો પોઇઝન ઇન પ્રોગ્રેસ' રજૂઆત (રિલીઝ) પહેલા જ મોટી કાયદાકીય મુશ્કેલીમાં ફસાઈ ગઈ છે. આ ફિલ્મમાં ભારતીય ખેતી અને આપણા ખાનપાનની વસ્તુઓને જે રીતે રજૂ કરવામાં આવી છે, તેના પર ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. આ જ કારણે ફિલ્મના નિર્માતાઓને એક કાયદાકીય નોટિસ મોકલવામાં આવી છે. આ નોટિસ પછી હવે ફિલ્મની રજૂઆત પર સંકટના વાદળો ઘેરાવા લાગ્યા છે અને દર્શકો વચ્ચે આને લઈને ઉત્સુકતા અને મૂંઝવણ ઘણી વધી ગઈ છે.
ખેતીવાડી વ્યવસાય કેન્દ્રના માલિક ભાવેશ સોઢાએ આ ફિલ્મના નિર્માતાઓને કાયદાકીય નોટિસ મોકલી છે. તેમના વકીલ તરફથી આ નોટિસ ઝી સ્ટુડિયોઝ, એમઆઈજી પ્રોડકશન અને ફિલ્મ સાથે જોડાયેલા અન્ય નિર્માતાઓને આપવામાં આવી છે. ફરિયાદમાં સ્પષ્ટ્ર આક્ષેપ કરવામાં આવ્યો છે કે ફિલ્મના ટૂંકા ટ્રેલર અને પ્રચારમાં ખેતી અને ડેરી ઉધોગને ખૂબ જ ખોટી રીતે દર્શાવવામાં આવ્યા છે. ભાવેશનું માનવું છે કે આવા ધ્શ્યોથી સમગ્ર કૃષિ અને ડેરી ક્ષેત્રની છબી ખરડાઈ રહી છે અને સમાજમાં તેની બદનામી કરવામાં આવી રહી છે.
નોટિસ અનુસાર, આ ફિલ્મની અંદર આપણા દેશની ખેતી–કિસાનને 'ધીમા ઝેર' સમાન દર્શાવવામાં આવી છે. ફરિયાદ કરનાર ભાવેશ સોઢાનું સ્પષ્ટ્ર કહેવું છે કે ફિલ્મમાં પાકો પર જંતુનાશકોનો આડેધડ છંટકાવ, ખાનપાનમાં ભેળસેળ અને કેન્સર જેવી જીવલેણ બીમારીઓને અતિશયોકિત સાથે દર્શાવવામાં આવી છે, જેનો કોઈ ચોક્કસ વૈજ્ઞાનિક પુરાવો કે આધાર નથી. તેમનું માનવું છે કે આવી અધૂરી અને પાયાવિહોણી વાતો પડદા પર બતાવવાથી સામાન્ય લોકોના દિલમાં એક અજાણ્યો ડર બેસી જશે.
આ સાથે જ, દિવસ–રાત મહેનત કરનારા આપણા અન્નદાતા ખેડૂતોની સમાજમાં છબી પણ ખરાબ થશે. નોંધાવવામાં આવેલી ફરિયાદમાં ફિલ્મના કેટલાક ધ્શ્યો સામે પણ ગંભીર વાંધો વ્યકત કરવામાં આવ્યો છે. કાયદાકીય નોટિસ મુજબ, ભારતમાં જંતુનાશકોનો ઉપયોગ અન્ય દેશોની સરખામણીમાં ઘણો ઓછો થાય છે. આમ છતાં ફિલ્મમાં આ બાબતને ખૂબ જ વધારી–ચઢાવીને રજૂ કરવામાં આવી છે. આ સિવાય, વાર્તામાં નકલી દૂધ બનાવવાના અને મરઘાં (ચિકન) માં ઇન્જેકશન લગાવવાના જે ધ્શ્યો બતાવવામાં આવ્યા છે, તેને સંપૂર્ણપણે ખોટા અને મનઘડતં ગણાવવામાં આવ્યા છે.
નોટિસમાં કહેવામાં આવ્યું છે કે આ ધ્શ્યો દર્શકોને ગેરમાર્ગે દોરનારા છે અને તેમને વાસ્તવિકતા સાથે કોઈ સંબધં નથી. આવા દ્રશયો સમાજમાં ગેરસમજ ફેલાવી શકે છે. એટલું જ નહીં, નિર્માતાઓને સ્પષ્ટ્રપણે કહેવામાં આવ્યું છે કે તેઓ ફિલ્મમાં દર્શાવવામાં આવેલા તમામ આંકડા, સંશોધન અને વૈજ્ઞાનિક દાવાઓને જનતાની સામે લાવે. આ સાથે જ, ડિજિટલ પ્લેટફોર્મ પરથી ફિલ્મનું ટૂંકું ટ્રેલર અને તમામ પ્રચાર સામગ્રી તાત્કાલિક હટાવવાની માંગ પણ કરવામાં આવી છે. નોટિસમાં નિર્માતાઓને કડક ચેતવણી આપવામાં આવી છે કે યાં સુધી તમામ જરૂરી સુધારા ન થાય ત્યાં સુધી તેને રજૂ કરવામાં ન આવે.
આ પગલાથી ફિલ્મની રજૂઆત પર હાલમાં સંકટના વાદળો મંડરાતા દેખાઈ રહ્યા છે. હવે જોવાનું એ રહેશે કે નિર્માતાઓ આ કાયદાકીય નોટિસનો શું જવાબ આપે છે અને ફિલ્મમાં શું ફેરફાર કરે છે. ચેતન ડીકેના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ ખાવા–પીવાની વસ્તુઓમાં ભેળસેળના મુદ્દા પર આધારિત છે. સાગર બી. શિંદેએ આ ફિલ્મ લખી અને તેનું નિર્માણ કયુ છે. ઝી સ્ટુડિયોઝના બેનર હેઠળ બનેલી આ ફિલ્મ ૨૪ જુલાઈએ સિનેમાઘરોમાં રજૂ થવા માટે તૈયાર છે, પરંતુ હવે તેના પર વિવાદ ઘેરો બન્યો છે. ફિલ્મમાં કાજલ અગ્રવાલ અને શ્રેયસ તલપડે મુખ્ય ભૂમિકામાં જોવા મળશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application