BREAKING NEWS

મૂકબધિર સગીરાને ધમકાવી ૭.૭૦ લાખ પડાવી લેવાના કેસમાં વધુ એક ઝડપાયો, આરોપી સમીરે જ તરૂણી સાથે ઋત્વિકની ફ્રેન્ડશિપ કરાવી'

  • December 30, 2025 04:37 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટમાં મુકબધીર તરૂણીનું યુવક સાથે ફોટો પાડી તેને વાયરલ કરવાની ધમકી આપી બ્લેકમેઇલિંગ કરી રૂ.૭.૭૦ લાખ પડાવી લેવા મામલે સગીરા સહિત બે સામે ભકિતનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ હતી. તપાસમાં વધુ એક યુવાનની સંડોવણી ખુલતા પોલીસે તેને પણ ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી. 


પોલીસે કુલ ત્રણ આરોપીઓમાંથી પોલીસે ૠત્વિક રાજેશ રાજાણી (ઉ.વ.૨૦, રહે. દામજી મેપા પ્લોટ-૨,સહકારનગર મેઈન રોડ) અને સમીર ઉર્ફે નવાઝ રહીમ દોઢીયા (ઉ.વ.૧૯, રહે. ખોડિયારનગર-૧, ગોંડલ ચોકડી પાસે)ની ધરપકડ કરી હતી. ભોગ બનનાર તરૂણીની માતાએ પોલીસને જણાવ્યું કે તેના ઘરે લગ્ન પ્રસંગ હતો. જેથી જેઠના પુત્રએ રૂા. ૭.૭૦ લાખ દાગીના ખરીદવા માટે આપ્યા હતા. રકમ સેટીમાં પુત્રએ આ રકમ પરત માંગતા સેટીમાં જોયું તો રકમ મળી ન હતી. સેટીમાં રકમ મુકી ત્યારે મૂકબધીર પુત્રી હાજર હતી.


લગ્નપ્રસંગ પુરો થયા બાદ મૂકબધીર પુત્રીએ સાંકેતિક ભાષામાં કહ્યું કે પાડોશી તરૂણી અને તેનો મિત્ર ઋત્વિક તેને ઘર નજીક આવેલા બગીચામાં લઈ ગયા હતા. જયાં પાડોશી તરૂણીએ ઋત્વિક સાથે તેનો ફોટો પાડયો હતો. ઋત્વિકે તે વખતે તેના શરીર સાથે અડપલા પણ કર્યા હતા.એટલું જ નહીં આ હકિકત કોઈને કહીશ તો ફોટો વાયરલ કરવાની ધમકી આપી હતી. સાથો-સાથ કટકે-કટકે રૂા.૭.૭૦ લાખ પડાવી લીધા હતા. આ વાત સાંભળી ચોંકી ઉઠેલા ભોગ બનનાર તરૂણીના વાલીઓએ પોલીસ ફરિયાદ કરવાનો નિર્ણય લીધો હતો.


આ બનાવ અંગે ભકિતનગર પોલીસ મથકના પીઆઇ એમ.એમ.સરવૈયાની રાહબરી હેઠળ પીએસઆઇ જે.જે.ગોહિલ તથા ટીમે તપાસ હાથ ધરી પ્રથમ ઋત્વિક અને મૂકબધિર કિશોરીની સગીરવયની સહેલીને સંકજમાં લીધા બાદ પુછતાછ કરતા આ પ્રકરણમાં અન્ય એક આરોપી સમીરની ભૂમિકા પણ સામે આવતા પોલીસે તેને પણ ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી. પોલીસે જણાવ્યું કે સમીરે જ ભોગ બનનાર તરૂણી સાથે ઋત્વિકની ફ્રેન્ડશિપ કરાવી હતી.પોલીસે આરોપીઓ પાસેથી રૂા.૭.૭૦ લાખ કબજે કરવા તજવીજ શરૂ કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News